Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના સાબરીયા ગામે અજગરનું રેસ્કયુ કરી જંગલમાં મુક્ત કર્યો

Share

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામથી નજીક આવેલ સાબરીયા ગામે ખેતરમાંથી જીવ દયા પ્રેમી ટીમના સભ્યોએ અજગરનું રેસ્કયુ કરી સહી સલામત રીતે તેને જંગલમાં મુક્ત કર્યો હતો.

સાબરીયા ગામમાં ખેતરમાં ખેડૂત દ્વારા ઉભો પાક કાપવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ખેતરમાં એકાએક અજગર ઉપર નજર પડતા ખેડૂતના ખેતરમાં ખેડૂતો ગભરાઈ ગયા હતા, આ ઘટનાની જાણ ખેડૂતે ઝંખવાવના જીવ દયા પ્રેમીને જાણ કરતા ઝંખવાવ ગામે રહેતા જીવ દયા પ્રેમી મેહુલભાઈ મોરી અને તેમની ટીમના સભ્યો સાબરીયા ગામે પહોંચી ગયા હતા અને ખેતરમાંથી અજગરનું રેસ્કયુ કરી પકડી લીધો હતો અને ઝંખવાવ વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો જીવદયા પ્રેમીઓએ અજગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે ઉમરપાડાના જંગલમાં મુક્ત કર્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પંચમહાલ : ઘોઘંબાની ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભયંકર વિસ્ફોટ થતા વિકરાળ સ્વરૂપમાં આગ : 2 ના મોત.

ProudOfGujarat

ખૈલા હોબે : ભરૂચ જિલ્લાના ૪૩ પોલીસ કર્મીઓની હેડક્વાર્ટર ખાતે બદલી, સ્ટેટ મોનીટરીંગ સેલના એક બાદ એક દરોડાએ પોલીસ સ્ટેશનોમાં નવાજુની કરી..?

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સોમવારે સવારે 2 કલાક સુધી 2000 યુવતીઓએ સ્વરક્ષણના હેતુ અંગે કરતબ બતાવી સૌ કોઈને અચંબિત કરી દીધા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!