દિવાળી વેકેશન દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્ક ( પ્રાણી સંગ્રહાલય), એક્વેરિયમમાં એક લાખની આસપાસ મુલાકાતે આવ્યા હતા જેના કારણે પાલિકાને 34 લાખની આવક થઈ છે.
સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ છે.લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવારની રજા પણ રદ કરવામાં આવી છે. વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે. હાલમાં દિવાળી વેકેશન પડતાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા ઉપડી ગયા છે. પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવા ફરવાના સ્થળ ઉપર પહોંચી ગયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલો મહાનગરપાલિકા પ્રાણીસંગ્રહાલય (નેચર પાર્ક) હાલ મુલાકાતીઓથી ઉભરાઇ રહ્યા છે.
9 થી 16 નવેમ્બર દરમિયાન પાલિકાના નેચર પાર્કમાં 86971 મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. જેમાં પણ 14 નવેમ્બરના રોજ પાલિકાના નેચર પાર્કમાં સૌથી વધુ 25081 મુલાકાતીઓ આવ્યા હતા. દિવસોમાં પાલિકાને 24.71 લાખની આવક થઈ હતી. દિવાળી વેકેશન દરમિયાન પાલ ખાતે પાલિકાના એક્વેરિયમમાં 13451 મુલાકાતીઓ આવ્યા હતા જેના કારણે પાલિકાને 11 લાખની આવક થઈ હતી. આમ દિવાળી વેકેશનના માત્ર નવ દિવસમાં જ સુરત પાલિકાના હરવા ફરવાના સ્થળે લાખ જેટલા લોકો આવતાં પાલિકાને 34 લાખ જેટલી આવક થઈ છે.