Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના નવાચકરા ગામે વીર ભાથીજી મહારાજની 54 મી જન્મ જયંતિ મહોત્સવ યોજાયો.

Share

સુરત જિલ્લાના ઉમ૨પાડા તાલુકાનાના ચક૨ા ગામે વી૨ભાથીજી મહા૨ાજ(પ્રાગટય) ૫૪ મી જન્મ જયંતી મહોત્સવ તા.૧૪-૧૧-૨૦૨૩ મંગળવા૨ ના રોજ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા મઘ્યપ્રદેશરાજયના ભાથીજી સંપ્રદાયના ૧.૫ લાખ જેટલા આદિવાસી સમાજના
ભાઈઓ/બહેનો મોટી સંખ્યામાં સત્સંગનો લાભ લેવા ઉપસ્થિત રહયા હતા.

શ્રી ભાથીજી જ્ઞાનભકિત સેવાનો માર્ગ બતાવના૨ ૫૨મ પૂજય વંદનીય શ્રી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ શ્રી માધુદાસજી મહારાજના અખંડ આશિર્વાદથી વીર ભાથીજી મહારાજ (પ્રાગટય) ૫૪ મી જન્મ જયંતી મહોત્સવમાં નવાચક૨ા તા.ઉમ૨પાડા ખાતે શ્રી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ શ્રી ગોવિંદદાસજી મહારાજના સાનિધ્યમાં રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ આદિવાસી સમાજના લોકોને વ્યસનમુકિત, રૂઢીગત કુરીવાજો, અંધશ્રધ્ધાથી દુ૨ ૨હેવા તથા ભકિતના માર્ગે આગળ વધવા હાંકલ કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત સ૨કા૨ના મંત્રીકુંવરજીભાઈ હળપતિ, બા૨ડોલીસાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ધા૨ાસભ્ય આમસ્યા દાદા પાડવી (મહારાષ્ટ્ર), નંદરબાર જિલ્લા પંચાયત પ્રમુખ(મહારાષ્ટ્ર), સુરત જિલ્લા ભાજપા મહામંત્રી રાજેશભાઈ પટેલ તથા માંગરોળ, ઉમરપાડા તાલુકાના આગેવાનોએ સત્સંગનો લાભ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અમદાવાદ-કર્ણાવતી કલબ નજીક કારમાં લાગી આગ-બે મહિલાનો થયો બચાવ…

ProudOfGujarat

ગોધરામાં જર્જરીત ઈમારતો પર પાલિકાતંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ચલાવ્યુ.

ProudOfGujarat

ઉમલ્લા પોલીસ દ્વારા લોક ડાઉન છતાં પણ ઘરની બહાર રખડતાં લોકો પર ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!