Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં એપ્લિકેશનની મદદથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા સટ્ટોડીયાને ઝડપી પડાયો.

Share

સુરતમાં એપથી ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા સટ્ટોડીયાને અઠવા પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો છે. પકડાયેલા સટ્ટોડીયાનું નામ અભિષેક કિશોર ભગવાકર (રહે,ખારવા મહોલ્લો, નાનપુરા) છે, જ્યારે અન્ય શબ્બીર સાલાહ બાસ્તાવાલા (રહે,એચ.કે.સ્ટ્રીટ, ઝાપાબજાર)ને વોન્ટેડ જાહેર કર્યો છે. બીએસએ એક્સચેન્જ નામની એપ્લિકેશનથી ઓનલાઇન જુગાર રમાડતા હતા. નાનપુરા સ્નેહમિલન ગાર્ડનની ગલીમાં જાહેર રોડ પર ઊભા રહી અભિષેક ભગવાકર ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતો હતો તે વેળા પોલીસે દબોચી લીધો હતો. શબ્બીર પાસેથી અભિષેકે ક્રિકેટના સટ્ટાની એપ્લીકેશનની લીંક 15 હજારમાં લીધી. પોલીસે આરોપીનો મોબાઇલ કબ્જે કર્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વિધવા સાથે છેતરપિંડી કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

અનુસૂચિત જાતિના ઉત્થાન માટે રાજકોટના યુવકે શરૂ કરી પદયાત્રા.

ProudOfGujarat

વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે ધો. 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!