Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠને ધારાસભ્ય ચૈતર વસાવવાના સમર્થનમાં આવેદન આપ્યું

Share

ઉમરપાડા તાલુકા મથક ખાતે ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કરેલો ખોટો પોલીસ કેસ પરત ખેંચી નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતને વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠનના અજીતભાઈ વડવી સહિતના કાર્યકર્તાઓએ ઉમરપાડાના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને જણાવ્યું કે ચેતર વસાવા લોકોને થતા અન્યાય સામે સતત લડત ઉપાડી રહ્યા છે પરંતુ પ્રશાસન તેમની લડતને દાબી લેવા માટે ખોટા કેસ કરે છે આદિવાસી સમાજ એક પ્રકૃતિ પુંજક સમાજ છે જેની પેઢી દર પેઢી કુદરતના ખોળે કુદરતની સાથે રહેતી આવી છે જળ જંગલ એ જ એના ઇષ્ટદેવ છે અને જળ જંગલ જમીન સાથે આદિવાસી સમાજનો ખૂબ જ અનોખો નાતો છે. યુનાઇટેડ નેશન એ આદિવાસી સમાજને પર્યાવરણ જાળવણી રાખનાર અને જંગલ જમીન સાચવનાર સમાજ તરીકે ઓળખ આપી છે. ડેડીયાપાડા કોલીવાડ ગામે ખેડૂત ખાતેદાર સાથે જંગલ ખાતાનો કર્મચારી વતી જે તે ખાતેદારના ઉભા પાકને નુકસાન કરેલ છે તેનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે તેવી અમારી માંગ છે ભોગ બનેલા આદિવાસી ખાતેદારને સત્વરે ન્યાય મળે અને ખોટું વર્તન કરનાર જંગલ ખાતાના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગુજરાતના મુખ્યમંત્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરાના જૈન સંઘમાં ઉપસ્થિત રહ્યા.

ProudOfGujarat

દેશના ચાર રાજ્યોમાં કેસરીયો લહેરાતા ભરૂચ ભાજપાનાં કાર્યકરો એ વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat

અનાજ ન મળતુ હોવાની રજુઆત સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીએ ઉમરપાડાની બે ગામોની સસ્તા અનાજની દુકાનોના પરવાના મોકુફ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!