સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં ફરિયાદીને અંગત અદાવતમાં ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી છેલ્લા 6 માસથી નાસતા ફરતા આરોપીને ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે.
આ બનાવની વિગત મુજબ શાહિદ સઈદ શેખ, રહે- ભેસ્તાન આવાસ ડીંડોલી સુરત નાઓ સુરત મેટ્રોમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓ ગઈ તા.૮/૫/૨૦૨૩ ના રોજ સવારે આઠેક વાગ્યાના સુમારે પોતાના મિત્ર સાથે ભેસ્તાન આવાસમાં વાતચીત કરતા હતા તે વખતે માથાભારે આરોપી અરબાઝ બિલ્લી, અલ્તાફ ખાન પઠાણ તથા નજુએ અગાઉનાં ઝગડાની અંગત અદાવત રાખી ફરિયાદી શાહિદ શેખ સાથે ઝઘડો કરી, ધક્કા મૂક્કી કરી, ઘાતક હથિયાર ચપ્પુ વડે ગંભીર ઈજા પહોંચાડી છૂટેલ, જે બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરી, તત્કાલિન સમયે આરોપી અરબાઝ બિલ્લી તથા નજુને ઝડપી પાડેલ, પરંતુ અલ્તાફખાન પઠાણ છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો હતો. જેને ડીંડોલી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ તથા જે.ટી. સોનારા સાહેબ ACP “D” ડીવિઝન સુરત શહેર નાઓએ ડીંડોલી પોલીસ સ્ટેશનના શરીર સંબંધી ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ, જે અન્વયે પો.ઇન્સ. આર.જે. ચુડાસમા તથા સેકન્ડ પો.ઈન્સ. એસ.એમ.પઠાણ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન HC સંજય માયાભાઈ તથા PC જયદેવ ગોકુળભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ચપ્પુ મારવાના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી આવનાર હોય જેને પોલીસે ચોક્કસ બાતમીના આધારે અલ્તાફખાન બશીરખાન પઠાણ, ઉ.વ. 40 ધંધો-મજૂરી કામ, રહે – C/76 રૂમ નંબર – 08 ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત. મૂળ રહે – ગામ સોનગીર થાના – ધુલીયા જિલ્લો- ધુલીયા (મહારાષ્ટ્ર ) ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.