ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સરસામાન્ની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુન્હાઓ અટકાવવા પોલીસ વિભાગ સતત પ્રયત્ન સીલ રહ્યું છે.
સુરત રેલવે ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓએ સુરત રેલવે વિસ્તારમાંથી ચોરી થયેલ ફોન બાબતે ટેક્નિકલ ટીમ ની મદદ થી જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જે બાદ તેઓએ મામલે મોહસીન સિરાજ સૈયદ રહે, મોસાલી, સુરત નાઓને ઝડપી પાડી તેની પાસેથી 50 હજાર ની કિંમત વારો મોબાઈલ ફોન કબ્જે કરી મામલે સુરત રેલવે પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.
Advertisement