Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પાલનપુર વિસ્તારમાં બે બાળકો સહિત 7 સભ્યોનો સામૂહિક આપઘાત

Share

સુરતના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના 7 લોકોએ આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બનાવના પગલે પોલીસ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે પોલીસકર્મીઓ દ્વારા આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, આર્થિક સંકડામણમાં સામૂહિક આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જોકે ઘરના વડીલે ઘરના સભ્યોને દવા પિવડાવી અને પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ કંપનીમાંથી લાખોની કિંમતના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચનાં મકતમપુર ગામે રહેતી આઠ વર્ષીય સોફિયા મશહદી એ રમઝાન માસનાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી.

ProudOfGujarat

અક્ષય કુમારે સુરત માટે ‘બચ્ચન પાંડે કી સવારી’ ને ફ્લેગ ઓફ કર્યું!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!