Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના વાડી ગામની પરણીતા ગુમ થતા પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી

Share

વાડી ગામના વાડી ફળિયામાં રહેતી પરણીતા સ્મિતાબેન સંજયભાઈ વસાવા ઉમર વર્ષ 25 તારીખ 27 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ કલાકે ઘરના સભ્યોને કોઈ પણ જાતની જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. પરિવારજનોએ પરણીતાની લાંબી શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય પત્તો ન લાગતા આખરે પતિ સંજયભાઈ વસાવા ઉમરપાડા પોલીસમાં ગુમ થયા અંગેની જાણવાજો ફરિયાદ નોંધાવી છે. ગુમ થયેલ પરિણીતા એ સફેદ કલરમાં કાળા ટપકાવાળો પંજાબી ડ્રેસ પહેરેલ છે અને કમરે સફેદ કલરની લેગીસ પહેરી છે ઊંચાઈ ચાર ફૂટ પાંચ ઇંચ છે રંગે ઘઉંવર્ણી અને મજબૂત બાંધાની છે વસાવા બોલી બોલે છે અને ગુજરાતી જાણે છે. ગુમ થયેલ પરિણીતા મળી આવે તો ઉમરપાડા પોલીસનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ચોરીના બનાવના આરોપીને 2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ રૂરલ પોલીસ

ProudOfGujarat

પીએમ મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે:વિજય રૂપાણી

ProudOfGujarat

તિલકવાડા તાલુકાના વનમાળા ગામે મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!