ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સરસામાન્ની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુન્હાઓ અટકાવવા પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાંચ સુરતના કર્મીઓને મળેલ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ 1 ઉપર અવધ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાંથી એક પેસેન્જરનાં પેન્ટના ગજવામાંથી મોબાઈલ ફોન કાઢી ભાગતા ઈસમને ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે અર્જુન લક્ષ્મણભાઇ વસાવા રહે. સુરત રેલ્વે સ્ટેશન બહાર ફૂટફાટ ઉપર નાને ઝડપી પાડી તેની પાસેથી 8 હજારની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરી તેની સામે રેલવે પોલીસમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.