વેસ્ટર્ન રેલવે પોલીસ દ્વારા પ્રોહીબીટેડ પ્રવૃત્તિઓને અટકાવવા માટે અન્ય રાજ્ય મારફત થતી દારૂની હેરાફેરી તથા અન્ય રાજ્યમાંથી દોડતી ટ્રેનોમાં વેસ્ટન રેલવે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી દરમિયાન વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે અન્ય એક વોન્ટેડ શખ્સને ફરાર જાહેર કર્યો છે.
આ બનાવની પોલીસ સ્ટેશનથી મળતી પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર એ કે કુવાડીયા એ.એસ.આઇ મહેશકુમાર સહિતનો સ્ટાફ વડોદરા સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રહે બાદમીદારો દ્વારા બાદની મળેલ કે પ્લેટફોર્મ નંબર એક વચ્ચેના ભાગે આવેલ નવી સ્પીડ પાર્સલ ઓફિસ પાસેથી એક શખ વિદેશી દારૂની હેરાફેરી કરનાર હોય જે ખાનગી રહે મળેલ બાતમીના આધારે વડોદરા રેલવે પોલીસે વોચ રાખતા હરિયાણાથી આવેલ ટ્રેનમાં એક્સ અક્ષ સ્પીડ પાર્સલ ની ઓફિસ પાસેથી ગગન મોહનલાલ વંશ ઉંમર વર્ષ 23 ધંધો મજૂરી કામ રહેઠાણ શાંતિનગર રાજહંસના ભાડાના મકાનમાં કકરોઇ રોડ સોનીપત હરિયાણા ની પોલીસે તલાસી લેતા ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 25000 અને અંગ ઝડપી દરમિયાન મોબાઇલ મળી કુલ રૂપિયા 30,700 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી એક્ટ મુજબ આગળ કાર્યવાહી હાથ ધરેલ છે. આ ગુનામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર એક વોન્ટેડ શખ્સને પોલીસે ફરાર જાહેર કર્યો છે.