સૌજન્ય/સુરતઃ દિવાળી પહેલાં હીરા ઉદ્યોગમાં 100 કરોડ રૂપિયાના એકસાથે 3 ઉઠમણાંની ચર્ચા સંભળાઇ રહી છે. ડોલર ઇફેક્ટ અને રોકડની ગતિ ધીમી પડતાં વિદેશમાં પેમેન્ટ અટવાયું છે.
સુરત તથા મુંબઈના હીરા બજારમાં ફરી રહેલા મેસેજ મુજબ સુરત તથા મુંબઈ ખાતે પોલિશ્ડ ડાયમંડનો વેપાર કરતો તથા મૂળ ધાનેરાનો વતની હીરાનો વેપારી રૂ.72 કરોડમાં, મુંબઈમાં ડાયમંડ જ્વેલરીનું મોટુ નામ તથા માતાજીના નામે ડાયમંડ જ્વેલરીની પેઢી ચલાવતા વેપારીએ 20 કરોડમાં ઉઠમણું કર્યાની ચર્ચા છે. આ મુંબઈમાં હીરા-જ્વેલરી વેપારી દુબઇમાં ઓફિસ ધરાવતો હતો. મુંબઇના ઝવેરીના ઉઠમણાંમાં સુરતના વેપારીના 6થી 7 કરોડ ફસાયાની ચર્ચા હતી.
હીરાનું માર્કેટ ‘ટાઇટ’ છે
ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતીના જણાવ્યા અનુસાર, સ્થાનિક હીરા માર્કેટમાં ડોલર ઇફેક્ટના કારણે જેમણે ચાર માસ પહેલા રફ ખરીદી છે તેની હાલની ચૂકવણી રૂપિયામાં વધુ થઇ રહી છે. જેના કારણે 35 ટકા નાના ઉદ્યોગકારો પર તેની અસર વર્તાય રહી છે. માર્કેટ ‘ટાઇટ’ છે