સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રાસ-ગરબા અને લોક નૃત્યની સ્પર્ધા આજે જામી હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિ બહાર આવી હતી. વિદ્યાર્થીઓએ દંગ રહી જાય તેવી રીતે પોતાની કૃતિઓ રજૂ કરી હતી. તો આ વર્ષે પહેલી વાર શિક્ષણ સમિતિની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ છ જેટલી કૃતિ રજુ કરી હતી.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે નવરાત્રિમાં રાસ ગરબા અને લોક નૃત્યની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે સુરત પાલિકાના વરાછા ઝોનમાં સરદાર સ્મૃતિ ભવનમાં રાસ-ગરબા અને લોક નૃત્યો સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું. સુરત શહેરથી આગા ગુજરાતમાં જ્યારે નવરાત્રિના ગરબામાં વિધર્મીઓને પ્રવેશ નહીં નો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રાસ- ગરબા લોકનૃત્ય સ્પર્ધામાં 40 થી વધુ લઘુમતી વિદ્યાર્થીનીઓનું પરફોર્મન્સ એકતાની મિશાલ બની ગઈ હતી.
આ સ્પર્ધામાં વધુને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે પ્રોત્સાહનના ભાગ રુપે તમામને પ્રમાણપત્ર અને ઈનામ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પહેલી વાર શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓની કૃતિ સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ વાલીઓ ગુજરાતી નહી પરંતુ અન્ય ભાષાના લોક નૃત્ય રજુ કરશે આ સ્પર્ધામાં 96 જેટલા વાલીઓ 16 કૃતિ રજુ કરી હતી.આ સ્પર્ધામાં કુલ 608 ખેલાયા ભાગ લીધો છે તેમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે પારિતોષિક આપવામાં આવ્યા છે. આજે દિવસ દરમિયાન સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયેલી આ સ્પર્ધા વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.