Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચંદની પડવાના તહેવારને લઈને સુરત પાલિકાએ માવાના સેમ્પલ લેવાનું શરૂ કર્યું

Share

આગામી દિવસોમાં આવી રહેલા ચંદની પડવાના તહેવારને લઈને સુરતમાં ઘારીનું ધુમ વેચાણ થશે. સુરતના અનેક મીઠાઈના વેપારીઓએ ઘારી બનવાની શરૂઆત કરી છે તો પાલિકાએ પણ ઘરી બનાવવા માટે માવાના સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા તહેવારો પહેલા વિવિધ ખાદ્ય પદાર્થની ચકાસણી કરવાનું કામ કરવામાં આવે છે. આગામી દિવસોમાં સુરત શહેરમાં ચંદની પડવાનો તહેવાર ભારે ધામ ધૂમથી ઉજવાશે. આ તહેવાર દરમિયાન સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી ઝાપટી જશે. શહેરમાં મીઠાઈના વેપારી સાથે અનેક સંસ્થાઓએ ઘારી બનાવવાનો શરૂ કર્યું છે. ઘારી બનાવવા માટે માવાનો ઉપયોગ થાય છે પરંતુ ઘણી વખત માવો બગડેલો કે ભેળસેળવાળો હોવાનો ફરિયાદ થઈ રહી છે. જેના પગલે આજે સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરમાં માવાનો વેચાણ કરતી સંસ્થાઓમાં દરોડા પાડ્યા છે. માવાનો વેચાણ કરતી સંસ્થામાંથી માવાના નમુના લઈને ચકાસણી માટે ફૂડ લેબમાં મોકલી આપવામાં આવશે. જો કોઈ સંસ્થાના માવાના નમુના ફેલ થાય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમ અને નદીનાં જળસ્તરમાં વધારો થયો.

ProudOfGujarat

-નબીપુર પોલીસ મથક ની હદ માં બીજી મોટરસાઇકલ ચોરાઈ

ProudOfGujarat

સુરતમાં છોટા રાજન ગેંગના ધર્મેન્દ્ર પંજાબીએ વેપારી પાસે માંગી ખંડણી બે ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!