Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ટ્રેન મારફતે દારૂનો જથ્થો લાવનાર ઇસમને ઝડપી પાડતી સુરત રેલ્વે પોલીસ

Share

એલ.સી.બી.રેલ્વે સુરત, વડોદરા યુનિટ (જી.આર.પી.) ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ સાહેબ (રેલ્વેઝ) ગુ. રા. અમદાવાદ તથા પોલીસ અધિક્ષક સરોજકુમારી વડોદરા દ્વારા રાજ્ય બહારથી આવતી રેલ્વે ટ્રેનોમાં વધુમાં વધુ ટ્રેન પેટ્રોલીંગ અને વોચ રાખી આવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો મહીલાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ હતી જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ.ગૌર સુરત વિભાગ સુરત તેમજ પોલીસ ઇન્સપેકટર વી.એન.આહીર એલ.સી.બી.પ.રે. વડોદરાની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સપેકટર એમ.બી.વસાવા સુરત રેલ્વે પોલીસ સ્ટેશન તા.૧૭/૧૦/૨૦૨૩ ના રોજ નાઇટ રાઉન્ડમાં સુરત ઉધના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ. એમ.બી.વસાવા તથા પો.કોન્સ. મેહુલભાઇ વશરામભાઇ એલ.સી.બી.૫.૨.સુરતને સંયુકત મળેલ બાતમીના આધારે સુરત રેલ્વે પોલીસ અને એલ.સી.બી.૫.૨.સુરતના પોલીસ માણસો તથા આર.પી.એફ.ઉધનાની અલગ-અલગ ટીમો બનાવી બાતમીમાં જણાવ્યા મુજબ ટ્રેન નંબર.૦૯૦૧૨ માલદા ટાઉન એકસપ્રેસ ટ્રેનમાં કેટલાક ઇસમો ટ્રેન ચેઇન પુલીંગ કરી નિયોલ અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે ગમે ત્યાં દારૂનો જથ્થો ઉતારનાર હોવાની હકીકત મળતા પોલીસ ટીમો અને આર.પી.એફ. ઉધના સહિત અલગ-અલગ જગ્યાએ રેલ્વે ટ્રેક ઉપર ખાનગી રાહે ગોઠવતા દરમ્યાન ક્લાકઃ ૦૦/૨૦ વાગે નિયલ અને ઉપના રેલ્વે સ્ટેશન વચ્ચે યાર્ડ કેબીન પાસે ટ્રેનનુ ચેઇન પુલીંગ કરી દારૂનો જથ્થો ઉતારનાર એક ઇસમ પ્રકાશ ઉર્ફે દાદુ સુનિલ ઉર્ફે છોટુ ધંધો- રીક્ષા ડ્રાઇવર રહે, લીંબાયત સુરત. મુળ રહે, ગામ- શીરપુર જનતા નગર, જીમખાના પાસે જી. ધુલીયા મહારાષ્ટ્રવાળાને પકડી લીધેલ અને તેની પાસેથી નાની- મોટી બિયર સહિતની વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૮૦ કી.રૂ.૭૪,૦૪૦/- તથા એક મો.ફોન કી.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડ રૂ.૮,૩૦૦/- મળી કુલ કી.રૂ.૯૨,૩૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી એક ઇસમ તથા બે સ્ત્રીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નીલકંઠ ઝુપડપટ્ટી પાસે આંક ફરકના આંકડાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

પંચમહાલ : ગુજરાતી કવિ, વિવેચક, સંસ્મરણ લેખક જયંત પાઠકની જન્મભૂમિ ઘોઘંબામાં તેઓનું સ્મારક બનાવવા જમીન ફાળવવા તંત્ર પાસે માંગ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં તમામ ધર્મોના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!