ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સરસામાન્ની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુન્હાઓ અટકાવવા પોલીસ વિભાગ સતત પ્રયત્ન સીલ રહ્યું છે.
સુરત રેલ્વે સ્ટેશન ખાતે સુરત, વડોદરા યુનિટ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સુરત રેલવે સ્ટેશનના વેસ્ટ મુસાફર ખાનાની ટિકિટ બારી પાસે પેસેન્જરોની ગીર્દીની તકનો લાભ લઈ એક ઈસમ એક પેસેન્જરનો મોબાઈલ ફોન ચોરી કરી નાસવા જતા ક્રાઇમ બ્રાંચના કર્મીઓની સતર્કતાથી તેને કોર્ડન કરી ઝડપી પાડવામાં આવ્યો હતો.
લોકલ ક્રાઇમ બ્રાંચ પશ્ચિમ રેલવેના કર્મીઓએ મામલે સલીમ મગબુલ શૈખ રહે જોગેશ્વરી ઇસ્ટ હાઇવેની બાજુમાં મુંબઈ નાને ઝડપી પાડી તેની પાસેથી એક મોબાઈલ ફોન કબ્જે કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.