Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી શકમંદ ઈસમ પાસેથી મોબાઈલ ફોન,ઘડિયાળ સહિતનો સામાનનો કબ્જો લઈ અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલ્યો

Share

ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સરસામાનની સલામતી રહે તે હેતુસર વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુન્હાઓ અટકાવવા પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યું છે.

સુરત પશ્ચિમ રેલ્વે સુરત, વડોદરા યુનિટ ના લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ સુરત રેલવે સ્ટેશન ખાતે વોચ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન પ્લેટફોર્મ નંબર 2/3 ઉપર ઉત્તર દિશા તરફ પાણીની ટાંકી પાસે પેસેન્જરોની ભીડમાંથી શંકાસ્પદ હાલતમાં એક ઈસમ નામે આસીફ મહેબૂબ આલમ શેખ રહે, ઝાંપા બજાર, ફૂટફાટ ઉપર સુરત નાનો મળી આવતા તેની પાસેથી એક કિંમતી કાળા કલરનું હેન્ડ પર્સ, એપલ કંપનીનો મોબાઈલ ફોન તથા એક સફેદ ચાર્જર, ટાઇટન કંપનીનું ઘડિયાળ તથા મરૂન કલરનું મની પર્સ મળી કુલ 1,40,680 નો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ મોસાલીમાં જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં નગરપાલિકા નજીક અંડરગ્રાઉન્ડ કેબલમાં ગઈ કાલના સવારે ૭:૪૦ કલાકે વીજ પુરવઠા માં ફોલ્ટ થતા ૨૪ કલાક થઈ ગયા બાદ પણ વીજ પૂરવઠો ન મળતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ

ProudOfGujarat

નર્મદા માટે વિશાલ પાઠક બન્યા વેલીયન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તેમના ચાહકોમાં ભારે ખુશી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!