ઉમરપાડા તાલુકાના ગોદલીયા ગામના ખેડૂતે ખેતરમાંથી લાકડા કાપવાનો આરોપ મૂકી શ્રમજીવીને માર મારતા ખેડૂત વિરુદ્ધ હાલ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
ચિતલદા ગામના ઈશ્વરભાઈ બાબીયાભાઈ વસાવા ઉંમર વર્ષ 45 વહેલી સવારે જંગલમાં લાકડા કાપવા માટે ગયો હતો અને લાકડા કાપી પરત આવી રહ્યો હતો ત્યારે ગોંદલીયા ગામે પાણીની ટાંકી પાસે ભગુભાઈ કોટનિયાભાઈ વસાવા નામના ખેડૂતે તેને રસ્તા વચ્ચે આંતર્યો હતો અને મારા ખેતરમાંથી લાકડા કેમ કાપી લાવ્યો તેવો આરોપ મૂક્યો હતો આ સમયે ઈશ્વરભાઈએ હું જંગલમાંથી લાકડા કાપી લાવ્યો છું તારા ખેતર લાકડા કાપ્યા નથી તેવું કહેવા છતાં ભગુ વસાવા ઉશ્કેરાઈ ગયો હતો. કુહાડીના હાથા વડે માથામાં ઘૂંટણ પર અને હાથ ઉપર કુહાડીના હાથા વડે સપાટા માર્યા હતા અને ગંદી નાલાયક આપી હતી. ઇશ્વરભાઇ એ બચાવો બૂમો પાડી હતી જેથી હુમલો કરનાર જતો રહ્યો હતો આ સમયે મગનભાઈ બાપુડીયાભાઈ વસાવા ત્યાં આવ્યા હતા તેમજ ચિતલદા ગામથી ભાઈ શાંતિલાલ વસાવા અને ભાણેજ મનસુખ વસાવા દોડી આવ્યા હતા અને લોકો ભેગા થયા હતા ત્યારબાદ 108 ની મદદથી ઈશ્વરભાઈને ઉમરપાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ ગુના સંદર્ભમાં ઈશ્વરભાઈ વસાવા એ ભગુભાઈ કોટનિયાભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વિનોદ મૈસૂરિયા : વાંકલ