Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના બિલવાણની ઉત્તર બુનિયાદ શાળા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન બની

Share

ઉમરપાડા તાલુકાના ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, બિલવાણ કબડ્ડી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બનતા પાંચ વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા માટે પસંદગી થઈ હતી.

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયન ( S.G.F.I) શાળાકીય રમતોત્સવ ૨૦૨૩-૨૪ માં તાજેતરમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા કોસંબા ખાતે યોજાઇ હતી જેમા ઉમરપાડા તાલુકાનાનું પ્રતિનિધિત્વ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, બિલવાણ એ કર્યું હતું અંડર -૧૭ બહેનોની ટીમ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ઉમરપાડા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું હવે રાજ્ય કક્ષાની કબડ્ડી યોજાનાર છે જેમાં ઉર્વશી વસાવા, જૈની વસાવા, વંદના વસાવા, સાક્ષી વસાવા અને ધ્રૃવીકા વસાવા એમ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી. જે બદલ શાળાના આચાર્ય ધીરેનભાઇ ગામીત, હળપતિ સંધના ટ્રસ્ટીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પંચમહાલ : મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ગોધરા ખાતે 4 બાઈક રેલીઓનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ બ્રાન્ચ ઓફ ICAI ખાતે નવા ક્વાલીફાઇડ CA નો સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા સહાય, રોજગારી, ખેડૂતોનાં પ્રશ્નોને વાચા આપી જન જાગૃતિનાં કરશે પ્રયત્નો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!