ડીંડોલી વિસ્તારમાં લોકોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા આરોપીને ત્રણ મોબાઈલ ફોન, કિંમત રૂપિયા 35,000 ના મુદ્દામાલ સાથે ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ એ ઝડપી પાડયો છે.
પોલીસ કમિશ્નર સા., સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સા. સેકટર-૧ તથા ના.પો.કમિ.સા. ઝોન-૨ તથા જે.ટી. સોનારા સાહેબ, ACP “ડી” ડીવિઝન સુરત શહેર નાઓએ મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ, જે અંતર્ગત પો.ઇન્સ. આર.જે.ચુડાસમા ડીંડોલી પો.સ્ટે. સુરત શહેર નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસો સાથે ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા PC ક્રિપાલસિંહ પ્રતાપસિંહ, PC હેમરાજસિંહ વિક્રમસિંહ તથા PC જયદેવ ગોકુળભાઈ નાઓને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “ડીંડોલી વિસ્તારમાં સીટી બસમાં ભીડનો લાભ લઇ, તેમજ રસ્તે જતા લોકો સાથે અથડાઈને નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતો ઈસમ ધનેશ્વર પ્રસાદ ઉર્ફે લંબુ ચોરી કરેલ મોબાઇલ વેચવા માટે ડીંડોલી-ગોડાદરા બ્રિજ નીચે ઊભો છે” જે બાતમી હકીકતની ખરાઈ કરી પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ સદરી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડી અંગ જડતી, તલાસી લેતા અલગ અલગ કંપનીના કુલ ત્રણ મોબાઇલ ફોન, જેની કિંમત રૂપિયા 35,000 નો મુદ્દામાલ મળી આવેલ, જે બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા મોબાઈલ ચોરીના અલગ અલગ ત્રણ ગુના IPC કલમ 379 મુજબ નોંધાયેલ હોય આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.