ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો સાથે કેટલીકવાર તેઓના માલ સામાન અથવા મોબાઈલ જેવી વસ્તુઓની ચોરીઓ થતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, રેલ્વે પોલીસ વિભાગોમાં આ પ્રકારના અનેક ગુન્હા નોંધાતા હોય છે, જે બાદ પોલીસ દ્વારા પણ ટ્રેનોમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું હોય છે, તેવામાં સુરત રેલ્વે પોલીસને મોટી સફળતા હાસિલ થઈ છે.
સુરત રેલ્વે પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન અગાઉ ચોરીમાં ગયેલ મોબાઈલ ફોનો અંગે તપાસ હાથધરી હતી તેમજ ફોન કોલની ડીટેલ અને બાતમીના આધારે બે ઈસમોની પૂછપરછ શરૂ કરી હતી.
Advertisement
જે બાદ પોલીસે મામલે રીઢા આરોપી (1) પ્રકાશ મણિરામ વિશ્વકર્મા રહે, મનીષા સોસાયટી, અમરોલી સુરત તેમજ (2) અજય ઉર્ફે લંબુ ભીખાભાઇ વડગામ રહે, હીરાનગર સુરત નાઓને ફોન સ્નેચીંગમાં ગયેલ મોબાઈલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.