Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ઝીંગા ઉદ્યોગમાં ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’ રોગ ફેલાતા અંદાજિત રૂ. 100 કરોડનું નુકસાન થવાની ભીતિ

Share

દક્ષિણ ગુજરાતમાં એક માત્ર વર્ષે ઝીંગા ઉછેળ ખેતી થકી કરોડોનો વેપાર કરતાં ઓલપાડ તાલુકાનો ઝીંગા ઉદ્યોગ ફરીવાર વ્હાઈટ સ્પોટ સિંડ્રોમના રોગની ચપેટમાં આવતા ઝીંગા ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતોની હાલત કફોડી બનવા સાથે મોંમાં આવેલો કોળિયો છીનવાઇ જવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તાલુકાના કાંઠાના મહત્તમ ગામોમાં તળાવો પર રોગની અસરથી ઝીંગાનો પાક નાશ થઈ રહ્યો છે ત્યારે જ વરસાદ લંબાતા અત્યાર બાદ વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ વાઇરસ જોર પકડે તેમ હોવાથી ઝીંગા ઉદ્યોગમાં મોટી નુકસાનીની ભીતિ વર્તાઇ રહી છે.

ઓલપાડ તાલુકામાં ઝીંગા ઉછેરનો વ્યવસાય મોટાપાયે ચાલે છે. ઝીંગાની રાજ્ય બહાર મોટી માગ હોવાથી અહીંના મોટા પાયે એક્સપોર્ટ કરાઈ છે. ઝીંગા ઉછેરમાં તગડી કમાણી હોવા સાથે એટલો મોટો ખતરો પણ રહેલો છે. સુરત જિલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ઝીંગા તળાવો પર અત્યાર સુધી વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાઇરસ નામનો રોગ આવતો રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ અટેલે કે વર્ષ 2020માં ઝીંગા ઉછેર ઉદ્યોગને ‘વ્હાઈટ ટચ’ નામનો નવો રોગ નોધાયો હતો. નિષ્ણાતોના કહેવા મુજબ, ‘વ્હાઈટ ટચ’ અને વ્હાઇટ સ્પોટ આ બન્ને રોગ પર નિયંત્રણ મેળવવા કોઈ દવા ન હોવાથી એક અંદાજ મુજબ, એક ખેડૂતને ઓછામાં ઓછું 30 લાખથી લઈ 90 લાખ સુધીનું નુકસાન થતું હોવાથી અંદાજિત રૂપિયા 100 કરોડ સુધીનું નુકસાન થવાનું કહેવાય છે. વાઇરસથી ફેલાતા આરોગની ચપેટમાં આવતા તળાવોમાં તૈયાર થયેલા ઝીંગાનો પાક ખૂબ ઓછા સમયમાં સંપૂર્ણ પણે નાશ થાય છે. ‘વ્હાઈટ ટચ’ ની માફક વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ ની અસર થતા ઝીંગા ટપોટપ નાસ પામે છે. ઝીંગા તળાવોમાં ફેલાતો વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાયરસ (wssv) ખૂબ જ ઝડપથી ફેલાઈ છે.

Advertisement

ઓલપાડ તાલુકાની વાત કરીએ તો દરિયાઈ પટ્ટીના ગામો પૈકી મોર, ભગવા, દેલાસા, દાંડી, લવાછા, મંદ્રોઈ, પીંજરત, સરસ, કપાસી તથા કરંજ પારડી સહિતના અનેક ગામોમાં મોટાપાયે ઝીંગા ઉછેર કરાય છે. ત્યારે ભગવા, મોર, લવાછા, દેલાસા, કુદીયાણા, સરસ જેવા ગામોમાં હાલના તબક્કે ઝીંગાના તળાવો પર ‘વ્હાઈટ સ્પોટે સિંડ્રોમ’ જોર પકડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઝીંગા ઉછેર સાથે સંકરાયેલા ખેડૂતોના કહેવા મુજબ રોગની ઝપેટમાં આવેલા અનેક તળાવોના ઝીંગાનો પાક સંપૂર્ણપણે નાશ થવા સાથે તાલુકામાં અંદાજિત 100 કરોડથી વધુનું નુકસાન થવાની શક્યતા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ હજુ અનેક તળાવોમાં ઝીંગાના પાકનું અસ્તિત્વ જોખમમાં છે. ઝીંગાના જે તળાવોના ખેડૂતો દ્વારા રોગ બાબતે પૂરતી તકેદારી લીધી છે અને ‘વ્હાઈટ સ્પોટ’ રોગથી બચ્યા છે એવા ખેડૂતો હાલ ઝીંગાનો પાક બચાવવા મોટી મથામણ કરાઈ રહી છે. જિલ્લામાં ત્રણ વર્ષ બાદ જોવા મળેલ ‘વ્હાઈટ સ્પોટ’ રોગ પર નિયંત્રણ મેળવાવ કોઈ દવા ન હોવાથી ખેડૂતો લાચાર બન્યા છે. ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં વેનામાઈ અને ટાઈગર એમ બે ઊંચી જાતિના ઝીંગાનો ઉછેર કરવામાં આવે છે. બંને જાતના ઝીંગાની બજારમાં મોટી માગ છે. હાલમાં તળાવો ‘વ્હાઈટ સ્પોટ’ ની ઝપેટમાં આવતા ઝીંગાનો ભાવ ખૂબ નીચે ગયો છે. વેપારીઓ માલ લેવા તૈયાર નથી. રોગને કારણે અનેક સમસ્યાનો ખેડૂતોએ સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકાના ઝીંગા ઉછેર ઉદ્યોગ પર વ્હાઈટ ટચ બાદ ત્રણ વર્ષે ફરી ‘વ્હાઈટ સ્પોટ’નામનો રોગ જોવા મળ્યો છે. આ રોગ પાણીમાં ખરાબી આવવાને કારણે થાય છે. જયારે ‘વ્હાઈટ સ્પોટ’ પર નિયંત્રણ મેળવવા અત્યાર સુધી કોઈ દવા શોધાઈ નથી, જેના માટે તળાવ પર સાવચેતી એ જ પ્રાથમિક રક્ષણ છે. વ્હાઇટસ્પોટ સિન્ડ્રોમ પણ એક રોગ છે, જે સંબંધિત વાઇરસથી ફેલાય છે. તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ખૂબ જ જીવલેણ હોય છે, તેનાથી મૃત્યુદર થોડા દિવસોમાં 100 ટકા સુધી થઈ શકે છે. આ રોગના લક્ષણોમાં પીઠ પર સફેદ ચકામા અને હિપેટોપાનક્રીસ (પાચકગ્રંથીના અવયવો) લાલ થઈ જાય છે. અસરગ્રસ્ત ઝીંગા મૃત્યુ પામતા પહેલા સુસ્ત બની જાય છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં ગરમી નો પારો દિનપ્રતિદિન ઉચકાતા જનજીવનને અસર.ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસમાં 108 એમ્બ્યુલન્સને ગરમીને લગતા ૩૮૨ કોલ મળ્યા….

ProudOfGujarat

ભરૂચ પંથકનાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપુરાના મુસ્લિમોને ન્યાય આપવાની માંગ સાથે પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

ગોધરા : શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં 7 દિવસીય વાર્ષિક NSS કેમ્પનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!