સુરતમાં જુની બોમ્બે માર્કેટમાં એક દુકાનમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. દુકાનમાં રહેલો સાડીઓનો જથ્થો આગની લપેટમાં આવતાં બળીને ખાક થઈ ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. વીકરાળ આગથી લાખો રૂપિયાના માલને નુકસાન થવા પામ્યું છે પણ સદનસીબે કોઈ જાન હાની થઈ નથી. ફાયર વિભાગે આગ પર કાબુ કરી લેતા વેપારીઓમાં પણ રાહત થઈ હતી.
આગની ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જુના બોમ્બે માર્કેટમાં નંદીની સાડીની દુકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. વેપારીઓએ આગની ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરી હતી. આગ વધુ પ્રસરી જાય તેમ હતી પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી તેમજ માર્કેટની ટીમે પણ ખૂબ સારી રીતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો તેનાથી પણ આગ ઉપર ઝડપથી કાબુ મેળવી લેવાયો છે.
સુરતમાં જુની બોમ્બે માર્કેટમાં સાડીની દુકાનમાં ભીષણ આગ લાગતાં દોડધામ, લાખોના માલને નુકસાન
Advertisement