Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં તરસાડી નગરપાલિકાનું 60 લાખ વીજ બિલ બાકી પડતાં વીજ કંપની એક્શનમાં આવી, કનેક્શન કાપી નાખતા 5 હજાર પરિવારોને અસર

Share

સુરતના માંગરોળની તરસાડી નગરપાલિકાનું રૂ. 60 લાખ જેટલું વીજ બિલ બાકી પડતા વીજ કંપની એક્શનમાં આવી હતી. વીજ કંપની દ્વારા તરસાડી નગરપાલિકાની 50 ટકાથી વધુ વસતીને પાણી પહોંચાડતાં પાણી પુરવઠાના બે વીજ કનેકશન કાપી નાંખ્યા હતા, જેને કારણે 5000 થી વધુ ઘરોને અસર થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, નગરપાલિકાના સત્તાધીશોએ વીજ બિલ ભરવાની બાહેંધરી આપતા થોડા જ કલાકોમાં ફરી હંગામી ધોરણે વીજ કનેક્શન જોડવામાં આવ્યું હતું.

માંગરોળ તાલુકાની તરસાડી નગરમાં સાત વોર્ડમાં આવેલા છે. તરસાડી નગરના લાઈટ, પાણી વગેરેના વીજ કનેકશનોના ઘણા લાંબા સમયથી રૂ. 60 લાખ જેટલા વીજ બિલના નાણાં બાકી પડતા હતા, જેને લઇને વીજ કંપની દ્વારા તરસાડી નગરના 50 ટકાથી વધુ વિસ્તારને પાણી પુરવઠો પહોંચાડતી તરસાડી ગામ પાણીની ટાંકી અને ચિસ્તી નગરના બે વીજ કનેકશનો કાપી નાંખ્યા હતા. આ વીજ કનેકશન કપાવવાને કારણે નગરમાં 5000થી વધુ ઘરોને અસર પહોંચી હતી. કરોડો રૂપિયાના વિકાસનો બણગો ફૂંકતી તરસાડી નગરપાલિકાનું અધધ કહી શકાય એવું 60 લાખથી વધુનું બિલ બાકી પડતું હતું, જેને લઇને વીજ કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવતા નગરજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

Advertisement

બાકી રહેલ લાખોના વીજ બીલને લઈને વીજ કંપનીએ કરેલ કાર્યવાહીને પગલે સતાધીશોના વહીવટ ઉપર પણ ઘણા સવાલો ઊભા થયા હતા. હજુ 15 દિવસ પહેલા જ તરસાડી નગરપાલિકાનો ચાર્જ સંભાળનાર સત્તાધીશો તાત્કાલિક પોતાની આબરૂ બચાવવા માટે વીજ વિભાગ સાથે સંપર્ક કરી થોડા દિવસોમાં બિલ ભરપાઈ કરી આપવાની ખાતરી આપી અને ફરી વીજ બિલ ભરવામાં આ પ્રકારની ઢીલાશ નહિ રહે તેવી પણ બાહેધરી આપતા વીજ વિભાગે ફરી કનેક્શનનો જોડી દેતા પાલિકાના સત્તાધીશો તેમ જ નગરના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Share

Related posts

વાલિયા ગ્રામપંચાયતના સરપંચ તો દેશાડ ગામના વોર્ડ સભ્યની ચુંટણી તારીખ ૨૨ એપ્રિલના રોજ યોજાશે

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા તલાટી મંડળ દ્વારા માંગણી બાબતે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા જિલ્લાની તમામ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને હજુ સુધી શિષ્યવૃતિ તથા ટેબ્લેટ ના મળતા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!