સૌજન્ય-સુરત: ડભોલીગામની 16 વર્ષીય કિશોરીને લગ્નની લાલચે ભગાવી જઈ બળાત્કાર ગુજારનારા પરિણીત આરોપીને આજે કોર્ટે 14 વર્ષની સજા, 25 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ અઢી વર્ષની સજાનો હુકમ કર્યો હતો. ચુકાદો આપતી વખતે કોર્ટે નોંધ્યુ હતુ કે આરોપી પરિણીત હોવા છતાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો, આથી સમાજમાં દાખલો બેસે એ માટે પોક્સો એકટ હેઠળ 14 વર્ષની સજા કરવામાં આવી હતી.
વિગત મુજબ ઘટના વર્ષ 2016માં બની હતી. ડભોલીગામમાં ભાડુઆત તરીકે રહેતા આરોપી પ્રવિણ ધનરાજ લાંજેેવારેએ મકાન માલિકની 16 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવવાની શરૂઆત કરી હતી. આરોપી પોતે પરિણીત હોવા છતાં તેણે આ કૃત્ય કર્યું હતુ. આરોપી પરિણીત હોય અને તેના નાના સંતાનો હોય સગીરા આ બાળકોને રમાડવા માટે આરોપીના ઘરે જતી હતી.
બંને ફેમિલી એક બીજાની નજદીક હતી અને પ્રસંગો સહિત ઘરમાં બંને તરફે અવરજવર રહેતી હતી. આ દરમિયાન એકવાર સમાજમાં ડાન્સનો પ્રોગ્રામ હોય પીડિત વિદ્યાર્થિની ડાન્સ શીખવા જતી હતી અને આ દરમિયાન આરોપી તેને મળતો હતો. ડાન્સ પ્રોગ્રામમાં આરોપીએ પોતાના સ્પીકર મૂકયા હોય તે પણ આ બહાને ત્યાં રોજ જતો હતો. આ પ્રોગ્રામના ઇનામ વિતરણના દિવસે આરોપીએ સગીરાને ફોન કરી આજે રાત્રે આપણે ભાગી જઇએ એમ કહ્યુ હતુ. અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ આરોપી સગીરને ભગાડી ગયો હતો અને પહેલાં અમદાવાદ અને ત્યાંથી નાગપુર લઈ ગયો હતો. જ્યાં તેણે એક સંબંધીના ઘરે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ થતાં સગીરાના પરિવારજનોએ ચોકબજાર પોલીસ મથકમાં આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ બાદ આરોપી પકડાયો હતો અને આજે આ કેસની દલીલો પૂર્ણ થતાં આરોપીને કોર્ટે 14 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર પક્ષે એપીપી દિપેશ દવેએ દલીલ કરી હતી