તા. ૨૧/૦૯/૨૦૨૩ ના રોજ સાંજના ૦૫/૩૦ વાગ્યાના સુમારે નવાગામ ડીંડોલીના રામનગરમાં રહેતા જગદીશ રઘુનાથ પાટીલે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી પોતે પોતાની પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવા જતો હોવાનો કોલ કરેલ, જેથી સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા ડીંડોલી પી.સી.આર-18 તથા ડીંડોલી પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.ને જાણ કરતા તેમણે તુરંત પી.આઇ. આર.જે. ચુડાસમાને જાણ કરેલ, જેથી સમય સૂચકતા વાપરી કોલરનું મોબાઈલ લોકેશન કાઢી ડીસ્ટાફ PSI હરપાલસિંહ મસાણી તથા પીસીઆર ના માણસોને તાત્કાલિક રવાના કરેલ. ડીંડોલી પી.સી.આર. ઇન્ચાર્જ PC કુલદિપસિંહ હેમુભા, PC રણજીતસિંહ બનેસંગભા તથા સર્વેલન્સના HC રજનીશ કિશનભાઇ નાઓ તાત્કાલિક ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ નીચે આવેલ રેલવે ટ્રેક પાસે પહોંચી જઈ, રેલ્વે ટ્રેન આવે તે પહેલા આત્મહત્યા ની કોશિષ કરનાર જગદીશ ઉર્ફે મિથુન રઘુનાથ પાટીલ ઉ.વ.૩૨, ધંધો- સુરત સીટી બસમાં કંડકટર, રહે- રામનગર નવાગામ ડીંડોલી સુરત વાળાને પકડી ડીંડોલી પોલીસ સ્ટેશન લાવી તેને સમજાવીને કાઉન્સિલિંગ કરી તેના વાલી વારસને બોલાવી માનવીય અભિગમ દાખવી સમય સૂચકતા વાપરી આત્મહત્યા કરવા ગયેલ યુવકનો જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
સુરત-ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ નીચે આવેલ રેલવે ટ્રેક પાસે આત્મહત્યા કરવા જનાર યુવકનો ડીંડોલી પોલીસે જીવ બચાવ્યો
Advertisement