Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોબાઈલ ચોરીના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

Share

પોલીસ કમિશ્નર સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ તથા ના.પો.કમિ ઝોન-૨ તથા જે.ટી. સોનારા સાહેબ, ACP “ડી” ડીવિઝન સુરત શહેર નાઓએ મિલકત સંબંધી ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી, જે અંતર્ગત પો.ઇન્સ. આર.જે.ચુડાસમા તથા સે. પો.ઈન્સ. એસ.એમ. પઠાણ ડીંડોલી પો.સ્ટે. સુરત શહેર નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસો સાથે ગણેશ તહેવાર અનુસંધાને ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન PC કુલદીપસિંહ હેમુભા નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી આસીફ ઉર્ફે સહિદ માનસિક s/o ફિરોજ પઠાણ ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે ઉભો છે” જે બાતમી હકીકતની ખરાઈ કરી પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ સદરી આરોપીને vivo કંપનીના મોબાઈલ કિંમત રૂપિયા 14,499/- સાથે ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે “આજથી પાંચેક માસ પહેલા તેણે અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ આબાદ મસ્જિદ પાસે રિક્ષામાં એક પેસેન્જરની નજર ચૂકવી vivo કંપનીના મોબાઈલની ચોરી કરેલ હતી” જેથી અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા A 11191022230386/ 2023 IPC કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય, સદર આરોપીને CRPC 41(1)(ડી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અમદાવાદ શહેર પોલીસને સોંપવાની આગળની તજવીજ હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

એમેજોન કંપની માંથી મંગાવેલ સ્પોર્ટ વોચ ના બોક્સની ડિલિવરી ખાલી નીકળતા ગ્રાહકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી…

ProudOfGujarat

નેત્રંગમાં વાહન પાર્કિંગની સુવિધાનાં અભાવે ટ્રાફિક જામની સમસ્યા.

ProudOfGujarat

રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી નિરીક્ષક એસ.જે.જોષીનું જિલ્લામાં આગમન: કાર્યભાર સંભાળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!