Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત સાયબર ક્રાઈમ પોલીસે બોલતા સાયબર ગણેશજીની સ્થાપના કરી, સાઇબર ક્રાઇમથી બચવા QR કોડથી આપશે ટિપ્સ!

Share

સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગુજરાતમાં પ્રથમ બોલતા સાયબર ગણેશજીની સ્થાપના કરી છે. સુરતમાં તેની સ્થાપનાની સાથે જ શહેરના લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ સ્વરૂપે વિવિધ ટિપ્સ આપવામાં આવશે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પોલીસે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે ભગવાન શ્રી ગણેશ લોકોને સાયબર ક્રાઈમ સંબંધિત જાગૃત રહેવા માહિતી આપશે, જેમાં લોકોને જણાવવામાં આવશે કે તેઓએ સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. દર્શન કર્યા બાદ તેમને પ્રસાદના રૂપમાં સંદેશ પણ મળશે, જેમાં લખવામાં આવશે કે સાયબર ક્રાઈમથી બચવા માટે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ વખતે લોકો સુરત શહેર સાયબર સેલમાં શ્રી ગણેશજીનો અવાજ સાંભળી શકશે.

Advertisement

લોકોને પ્રસાદમાં કાર્ડના રૂપમાં ટિપ્સ અપાશે

સુરત સાયબર ક્રાઈમના એસીપી વાય.એ.ગોહિલે જણાવ્યું હતું કે, ભગવાનના દર્શન કર્યા બાદ લોકોને પ્રસાદમાં એક કાર્ડના રૂપમાં ટિપ્સ આપવામાં આવશે. એક તરફ સોશિયલ મીડિયા સંબંધિત ટિપ્સ લખેલી હશે અને બીજી બાજુ ટેક્સ કોડ હશે, જેને લોકો સ્કેન કરીને તે વીડિયો જોઈ શકશે, જેમાં સાયબર ફ્રોડથી બચવા માટે વિવિધ મહત્ત્વની માહિતી આપવામાં આવશે.

પ્રથમ દિવસે જ સૌ વધુ ભક્તોએ દર્શન કર્યાં

ઉદ્ઘાટન બાદ 100થી વધુ લોકોએ આવીને દર્શન કર્યા હતા. ઉપરાંત રસ્તા પર આવતા-જતા લોકોએ પણ તેને જોઈને દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓ દર્શન માટે ગયા હતા. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો અનુસાર શ્રી ગણેશ સંદેશ આપી રહ્યા છે. આ સંદેશ શહેરના તમામ મુલાકાતીઓ અને લોકોને જાગૃતિ તરીકે આપવામાં આવી રહ્યો છે. આ પ્રયત્નથી શહેરને સાયબર સેફ સિટી બનાવવામાં મહત્વની મદદ મળશે.


Share

Related posts

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ…

ProudOfGujarat

અંકલેશ્વરની ઝાયડસ કેડીલા કંપનીમાં ડ્રમમાં બ્લાસ્ટ થતા 2 કામદાર દાઝયા : જીઆઇડીસી પોલીસે મામલે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

ઝઘડીયા ત‍ાલુકાના દધેડા ગામે ચુંટણીમાં હારજીતના મામલે બે જુથો વચ્ચે અથડામણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!