સુરત મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ આજે નવા પદ અધિકારીની નિમણૂક થઈ હતી. સુરતમાં ચાલતી તમામ અટકણ વચ્ચે સુરતના 38 માં મેયર તરીકે દક્ષેશ માવાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે નામ જલસામાં જ ન હતું તેવા રાજન પટેલને સ્થાયી સમિતિ અધ્યક્ષ બનાવાયા છે.
સુરતના પદાધિકારીઓની નિમણૂક પહેલા અનેક નામોની અટકળ ચાલતી હતી. જોકે ગઈકાલે સંકલન બેઠકમાં થયેલી ચર્ચા બાદ આજે શીતલ સોની નિરંજન ઝાંઝમેરા આજે મેંડેટ લઈ આવ્યા હતા. જેમાં મેયર તરીકે સૌથી ચર્ચામાં હતા તેઓ દક્ષેશ માવાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે કોઈ પણ ચર્ચામાં ન હતા તેવા રાજન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ અને શાસક પક્ષ નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. દંડક તરીકે ધર્મેશ વાણિયા વાળાને નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાત સાથે પનાધિકારીઓ તરીકેની નિમણૂક અંગે ચાલતી તમામ અટકરોનો અંત આવ્યો છે.