સુરતના રિંગરોડ બ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારે બાઇકચાલકને અડફેટે લેતા ઇજા પહોંચી હતી. જોકે, અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરતના રિંગરોડ બ્રિજ પર બુધવારે સવારે એક કારચાલકે બાઇકસવારને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું. ઇજાગ્રસ્ત બાઇકસવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે બાઇકનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. અકસ્માતને લીધે બ્રિજ પર એક કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અક્સમાતની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
આ અકસ્માતને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. માહિતી મુજબ, વાહન ચાલકોને 1 કિમીનો અંતર કાપતાં માટે 15 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. અકસ્માત રિંગરોડ બ્રીજના ઉતરતા છેડા પર થયો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.