Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના ચિતલદા ગામની સીમમાં બાળકનું ભ્રુણ મળી આવતા ચકચાર

Share

ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામની સીમમાંથી ચારથી પાંચ માસના બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું. ચિતલદા ગામની સીમમાં ધરમસિંહ હીરાભાઈ વસાવાના ખેતરની બાજુમાં ડુંગર ઉપર લીમડાના ઝાડ નીચે સફેદ રૂમાલમાં વીટાળેલ એક ચારથી પાંચ માસનું બાળકનું ભ્રુણ મળી આવ્યું હતું. સફેદ રૂમાલ ઉપર અંગ્રેજીમાં હર્ષ લખેલું હતું. અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા બાળકના ભ્રુણને ત્યજી લીધું હોવાનું જણાઈ રહ્યું છે. આ ઘટના અંગે ગામના સરપંચ રાજેશભાઈ વસાવાને જાણ થતા તેમણે તપાસ કરાવી હતી ત્યારબાદ ઉમરપાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ ગોવિંદભાઈ ડુંગરસિંગભાઈ વસાવા રહે. ચિતલદા દ્વારા ઉમરપાડા પોલીસમાં ફરિયાદ અપાતા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાના નસારપુર ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો

ProudOfGujarat

સુરતમાં સગર્ભા મહિલાઓએ ગરબાના તાલે ઝુમીને અનોખી રીતે કર્યુ પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન

ProudOfGujarat

વડોદરા : માનસિક તણાવમાં રહેતા યુવકે અકોટા દાંડિયાબજાર બ્રિજ પરથી મોતને વ્હાલું કરવા નદીમાં લગાવી છલાંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!