Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : નઘોઈ ગામની મહિલા સરપંચનો વડાપ્રધાન મોદીને વેદના પત્ર

Share

“એક વખત તમે જ તો કહ્યું હતું કે, એક પત્ર લખજો તમારો ભાઈ તમારી વહારે દોડી આવશે. આજે તમારી આ નાની બહેનને તમારી જરૂર છે”. કહીને મહિલા સરપંચે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાને થતાં અન્યાયને લઇ વેદના પત્ર લખ્યો.

ડિસે.2022 ની સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નઘોઇ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ચૂંટણી લડીને લોકોના પ્રચંડ જનસમર્થન મેળવી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ગામજનોને સરકારની યોજનાઓનો લાભ મળે એ માટે પ્રયત્નશીલ હોવા છતાં એમના કામને કેટલાક વિઘ્ન સંતોષી લોકો જોઈ ન શક્યા અને પરેશાન કરવાનું શરૂ કરી દીધું અને ગામનું હિત કરવા માટેના કામોને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અને ત્યારથી આજદિન સુધી વિકાસના એક પણ કામો કરી ન શક્યા.

જેને કારણે ગત તા.૨૯/૦૮/૨૦૨૩ ના રોજ નઘોઇ ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન કાંતિભાઇ પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, મેં સત્તાનો દુરુપયોગ કર્યો છે, પરંતુ મેં મારા સરપંચ પદનો કે કે સત્તાનો દુરુપયોગ કર્યો નથી. એક મહિલા સરપંચને લોકશાહીથી મળેલું સરપંચ પદ પરથી હટાવવાનો પ્રયત્ન કરી પોતાની મેલી મુરાદ પુરી કરવાનો કેટલાક લોકો હિન્ન પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, સાહેબ, તમે વચન આપ્યું હતું કે, બહેનો ખાલી એક પત્ર લખજો, દિલ્હીમાં બેઠેલો આ તમારો ભાઈ તમારી વહારે દોડી આવશે. તો એક મારા મોટાભાઈ તરીકે ભાઈને પત્ર નહીં, પણ એક નાની બહેન એના મોટાભાઈને વેદના લખી રહી છે. આ મારી વેદના વાંચી મારા મોટો ભાઈ મારી વહારે આવશે જ એનો મને વિશ્વાસ છે.

Advertisement

મહિલા સરપંચે વેદના પત્ર સાથે વડાપ્રધાનના લાંબા આયુષ્ય અને સલામતીની પ્રાર્થના કરી ભાઈ-બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવારની રાખડી મોકલી છે. રાખડી અને વેદના પત્ર બંનેનો સ્વીકાર કરી બહેનને આપેલ વચન નિભાવવા જણાવ્યું અને નાની બહેને મોકલેલી રાખડી એ રક્ષાનું કવચ હંમેશને માટે બની રહે એવી માં જગતજનનીને પ્રાર્થના પણ કરી.

આસ્તિક પટેલ


Share

Related posts

ભરૂચ : કોરોના વોરિયર્સ તરીકે માન્યતા આપવા તેમજ વેક્સિન આપવા બાબતે પત્રકારોએ કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગેકૂચ યથાવત, 8.28 લાખ કરોડ સુધી પહોંચ્યું, જે પાછલા સપ્તાહથી 37% વૃદ્ધિ દર્શાવે છે

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન હેઠળ ૪.૮૨ લાખ બાળકોને આવરી લેવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!