Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ઈચ્છાપોરની સોસાયટીના બંગલામાંથી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ

Share

સુરત પીસીબીએ ઈચ્છાપોર ગામ એકઝીકયુટીવ હોટલની પાછળ કેનાલ રોડ સ્થિત ડાયમંડનગર સોસાયટીના એક બંગલામાં રેઈડ કરી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી.પીસીબીએ બે રાજસ્થાની યુવાનોને ઝડપી પાડી દારૂની ખાલી અને ભરેલી બોટલો, બુચ, સ્ટીકર, કેરબા, કેમિકલ, એસેન્સ, બુચ મારવાનું પ્રેસ મશીન, મોબાઈલ ફોન અને કાર કબજે કરી બંનેની પુછપરછના આધારે અઠવાગેટ સ્થિત પેરેડાઈઝ એપાર્ટમેન્ટની એક દુકાનમાં રેઇડ કરી 1050 લીટર કેમિકલ અને બુચ પણ કબજે કરી કુલ રૂ.9.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોન્સ્ટેબલ મિતેષભાઈ મનસુખભાઈ અને કોન્સ્ટેબલ રણવીસિંહ વિક્રમસિંહને મળેલી બાતમીના આધારે પીઆઈ આર.એસ.સુવેરા અને ટીમે ઈચ્છાપોર ગામ એકઝીકયુટીવ હોટલની પાછળ કેનાલ રોડ સ્થિત ડાયમંડનગર સોસાયટીના બંગલા નં.63 માં રેઈડ કરી હતી.પીસીબીએ ત્યાંથી જમીન દલાલ કલ્પેશભાઈ રામચંદ્રભાઈ સામરીયા ( ઉ.વ.42, રહે.ઘર નં.બી-26, સરીતા દર્શન સોસાયટી, મેરીયટ હોટલ પાસે, પાર્લે પોઈન્ટની નજીક, ઉમરા, સુરત ) અને ડ્રાઈવીંગનું કામ કરતા દુર્ગાશંકર ઉદયલાલ ખટીક ( ઉ.વ.34, રહે.ઘર નં.191, રવિનગર, કૈલાસનગર ચોકડી પાસે, પાંડેસરા, સુરત ) ( બંને મૂળ રહે.જલોદા, તા.છોટી સાદડી, જી.પ્રતાપગઢ, રાજસ્થાન ) ને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલમાં કેમિકલયુક્ત દારૂ ભરતા રંગેહાથ ઝડપી લીધા હતા.

Advertisement

પીસીબીએ બંગલામાંથી દારૂની ખાલી અને ભરેલી બોટલો, બુચ, સ્ટીકર, કેરબા, કેમિકલ, એસેન્સ, બુચ મારવાનું પ્રેસ મશીન, મોબાઈલ ફોન અને કાર કબજે કરી બંનેની પુછપરછના આધારે અઠવાગેટ સ્થિત પેરેડાઈઝ એપાર્ટમેન્ટની દુકાન નં.8 માં રેઇડ કરી 1050 લીટર કેમિકલ અને બુચ પણ કબજે કરી કુલ રૂ.9.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પીસીબીએ આ અંગે ગુનો નોંધી કલ્પેશ સામરીયા અને દુર્ગાશંકર ખટીકની ધરપકડ કરી રાજસ્થાનથી દારૂ બનાવવા આલ્કોહોલ મોકલનાર પ્રહલાદ માલી, ડુપ્લીકેટ દારૂના સ્ટીકર મોકલનાર ઉદયપુરના પપ્પુ લાલજી તેમજ સુરતમાં ડુપ્લીકેટ દારૂ ખરીદતા પાંડેસરાના ભરત અને કતારગામ પ્રાણનાથ હોસ્પિટલની પાછળના પિયુષ ડાભીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં ઘાણીખૂંટ ગામે ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિનાં મોત નીપજયાં.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઊંજડાવાડી ખાતે આવેલ સરસ્વતી વિધાલય મા સંકુલ 4નુ 15 મુ વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું હતુ તાલુકાની 42જેટલી શાળાના અનેક વિધાથીઓએ ભાગ લીધો હતો.વિજ્ઞાનને લગતી સંશોધનાત્મક કૃતિઓ વિધાથીઓ દ્વારા પ્રદર્શનમાં મૂકવામા આવી હતી

ProudOfGujarat

સુરતમાં ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!