Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ગટરમાં ઊતરેલા 4 લોકો ગૂંગળાયા, એકનું મોત

Share

સુરતના પાલમાં ખેતરમાં સિંચાઈ કરવા માટેનું પાણી ખેંચવા માટે ગટરમાં ઉતરેલા ચાર લોકો ગૂંગળાયા હતાં. આ લોકોમાં એક યુવતી પણ હતી. તેમનો સંપર્ક નહીં થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ચારેયને બચાવી લેવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્ક્યૂ દરમિયાન ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. જેમની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં જ્યારે એક 20 વર્ષિય યુવકનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં ગૌરવપથ રોડ પર એક મહિલા સહિતના ચાર જણા ખેતરમાં પાણીનું સિંચન કરવા માટે પાણી ખેંચવા ગટરમાં ઉતર્યા હતાં આ ચારમાંથી દર્શન સોલંકી નામના યુવકને ગૂંગળામણ થવા માંડી હતી તેનો સંપર્ક નહીં થતાં અન્ય ત્રણ લોકો તેને બચાવવા માટે ગટરમાં ઉતર્યા હતાં. ગૂંગળામણને કારણે ચારેય જણા બેભાન થઈ જવાથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ત્રણને બહાર કાઢ્યા હતાં પણ દર્શન નામનો યુવક મોતને ભેટ્યો હતો. યુવતી સહિત બીજા ત્રણ પૈકી એકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા ક્લ્યાણ દિવસની ઉજવણી” કરાઇ.

ProudOfGujarat

રાજ્યમાં બોગસ બિલિંગ કરનાર વેપારીઓ પર GST ના દરોડા, 9 લોકોની કરાઈ ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક રોડ પર ભંગાર વીણી ગુજરાન ચલાવતી એક મહિલા કોઈ કારણોસર મરણ પામતા તેના દીકરાને ધારાસભ્ય દુષ્યંત પટેલએ મદદ કરી તમામ અગ્નિ સંસ્કારનો ખર્ચ ઉઠાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!