ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકનું કામ ભરૂચ તથા આજુબાજુના જીલ્લામાં પ્રગતિમાં છે, ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકા પો.સ્ટે તથા સુરત જિલ્લાના કોસંબા પો.સ્ટે. વિસ્તારની હદમાંથી ઇલેક્ટ્રીક એન્જીન માટે લગાવવામાં આવેલ “કેટનરી કોપર કેબલ” ની કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ચોરી થયેલાનું ધ્યાને આવતા, નવનિર્મીત રેલ્વે પ્રોજેક્ટ મેનેજમેન્ટ તરફથી ફરીયાદ આપતા ભરૂચ તાલુકા તથા કોસંબા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. આ ઉપરોક્ત કંટનરી કોપર કેબલ ” ચોરીની ઘટનાને ગંભીરતા દાખવી અને ભવિષ્ય માં ચોરીને અટકાવવા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએએલ.સી.બી.ત થા સ્થાનિક પોલીસને ગુનૌ શોધી કાઢવા જરૂરી સુચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બીએ ગુડ્સ ટ્રેનના રેલ્વે ટૂંકમાંથી થયેલ “કેટનરી કોપર કેબલ ” ચોરી શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની એક ટીમ બનાવી જરૂરી માર્ગદર્શન આપેલ દરમ્યાન ગઇ કાલે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.કે.ટોરાણીની ટીમ ખાનગી વાહનોમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકિકત મળેલ કે “દધેડા ખાતે પ્રદિપ જોખનલાલ ગુપ્તા તથા નવીન અભેસિંહ વસાવા નાએ ગુડસ ટ્રેનમાં વપરાતા કેબલનો શંકાસ્પદ જથ્થો દુકાનમાં સંતાડી રાખેલ છે” જેથી બાતમી હકીકત આધારે ખાનગી વાહનોમાં બાતમીવાળી જગ્યા દડા ગામે પહોંચી પ્રદીપ જોખનલાલ ગુપ્તાની દુકાનની ખાત્રી કરી તપાસ કરતા દુકાન પર બે ઇસમ મળી આવેલ અને તેમને સાથે દુકાનમાં તપાસ કરતા કોપર કેબલના ટુકડા વજન ૪૧.૬૦૦કી ગ્રામ મળી આવેલ જેના એક કીલોની કી.રૂ. ૭૦૦ લેખે કુલ ૪૧.૬૦૦ ગ્રામ કિં.રૂ. ૨૯,૧૨૦/- ગણી કબ્જે કરેલ અને કેબલ યોરીના વાયરો વેચનાર અને લેનારને પણ ઝડપી પાડી કુલ ૦૫ આરોપીઓને કેટનરી કોપર કેબલ” સાથે ઝડપી પાડવામાં આવેલ છે.આમ સુરત જિલ્લાના કોસંબા પો.સ્ટેના ગુડ્સ રેલ્વે પ્રોજેક્ટમાંથી થયેલ “ક્રેટનરી કોપર કેબલની ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.આગળની વધુ તપાસ માટે કોસંબા પો.સ્ટે. માં જાણ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓમાં (1) પ્રીત જોખનલાલ ગુપ્તા રહે, પટેલનગર રાજપીપળા રોડ અંક્લેશ્વર (2) નર્વીન અભેસિંહ વસાવા રહે, દધેડા ગામ,ટેકરા ફળીયું તા-ઝઘડીયા જી-ભરૂચ (૩) સતિષ નહેર વસાવા રહે, વાગલખોડ, કવાર્ટર ફળીયું તા-વાલીયા (4) રોશન રમણભાઇ વસાવા રહે, નવા ભાગા, રાજગઢ મુખ્ય તા-વાલીયા જી-ભરૂચ (5) લાલુ ભાણાભાઇ વસાવા રહે, હથુરણ, ખળી કળીયું તા-માંગરોળ જી-સુરત
કબ્જે કરેલ મુદામાલમાં કોપર મુદ્દામાલ ૪૧,૬૦૦ ગ્રામ કિ.રૂ. ૨૯,૧૨૦૮ આરોપીઓની ઝડતીમાંથી અલગ અલગ કંપનીના કુલ મોબાઈલ નંગ -૫ કિ.રૂ. ૨૫,૦૦૦નો સમાવેશ થાય છે વધુ તપાસ કોસંબા પોલીસ કરી રહી છે.