સુરત જિલ્લા પંચાયત ઉપરાંત નવ તાલુકા પંચાયતો બારડોલી, ઓલપાડ માંગરોળ, મહુવા, કામરેજ, માંડવી પલસાણા, ચોર્યાસી અને ઉમરપાડા તાલુકા પંચાયત ઉપરાંત સુરત જિલ્લામાં સમાવેશ પામતી ચાર નગરપાલિકાઓ બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી આ પાલિકાઆમાં પણ પ્રમુખ-તરસાડી નગરપાલિકા, બપોરે ૧૨:૩૦ ઉપપ્રમુખ સહિત વિવિધ સમિતિના પ્રમુખોની અઢી વર્ષ માટે નવી વરણી થવાની છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે બારડોલી સ્થિત સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયમાં સુરત જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વિવિધ પદોની નિયુક્તિ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આજે પહેલા દિવસે ૧ લી સપ્ટેમ્બરે ઓલપાડ તાલુકા પંચાયત માટે, સવારે ૯:૩૦ કલાકે મહુવા તાલુકા પંચાયત, સવારે ૧૦:૩૦ કલાકે કામરેજ તાલુકા પંચાયત, બપોરે ૧૧:૩૦ કલાકે કડોદરા નગરપાલિકા, ૧૨:૩૦ કલાકે માંડવી નગરપાલિકા, બપોરે ૧:૩૦ કલાકે માંડવી તાલુકા પંચાયત, બપોરે ૨:૩૦ કલાકે પલસાણા તાલુકા પંચાયત,બપોરે, ૩:૩૦ કલાકેનો સમય નક્કી થયો છે. વધુ માં આવતીકાલે આજ પ્રમાણે બીજા દિવસે ૨ જી સપ્ટેમ્બરે સવારે ૯:૩૦ કલાકે બારડોલી તાલુકા પંચાયત, સવારે ૧૦:૩૦ કલાકે માંગરોળ તાલુકા પંચાયત, બપોરે ૧૧:૩૦ કલાકે કલાકે ઉમરપાડા તાલુકા પંચાયત, બપોરે ૧:૩૦ કલાકે બારડોલી નગરપાલિકા, બપોરે ૨:૩૦ કલાકે સુરત જીલ્લા પંચાયતમાં નવા પ્રમુખ- ઉપપ્રમુખ ઉપરાંત વિવીધ સમિતિના અધ્યક્ષોની વરણ કરવા માટે નિરીક્ષકો ચૂંટાયેલા સભ્યો અને પાર્ટી સંગઠનના હોદ્દાદારોને સાંભળશે.
આ બેઠકમાં જિલ્લા પ્રમુખ ભરતભાઇ રાઠોડ, મહામંત્રી જીગર ભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઈ પટેલ, મીડિયા વિભાગ સદસ્ય તેજસ વશી તથા અપેક્ષિતો હાજર રહ્યા હતા.
આસ્તિક પટેલ