ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં ખેતરની બંગલીમાં રહેતો એક મહારાષ્ટ્રીયન શ્રમજીવી શેરડીમાં જીવાત મારવાની ઝેરી દવા પી જતા તેનું ઘટના સ્થળે મોત થયું છે.
વિગત મુજબ સાયણ રહેતા ખેડૂત મનોજભાઈ દલપતભાઈ પટેલે કાળીયા વગામાં આવેલ ખેતરમાં શેરડી વાવેતરનું વાવેતર કરેલ છે. આ ખેતરની બંગલીમાં મુળ મહારાષ્ટ્ર રાજ્યનાં નંદરબાર જિલ્લાનો શ્રમજીવી સુદામ દગા બીરાર(ઉ.વ.૫૪) રહેતો હતો અને ત્યાં ખેતમજુરી કરતો હતો. સુદામ બીરાર બંગલીમાં એકલો હતો, ત્યારે ગત મંગળવાર,તા.૨૯/૦૮/૨૦૨૩ નાં રોજ સાંજે-૬:૩૦ થી બીજા દિવસની સવારે-૭ઃ૩૦ કલાકના સમયગાળા દરમ્યાન કોઈ અગમ્ય કારણસર શેરડીમાં જીવાત મારવાની ઝેરી દવા પી જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
આ બાબતની જાણ મૃતકના પુત્ર ગોરખ બીરારને થતાં તેણે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી જેના પગલે પોલીસે લાશનો કબજાે લઈ સાયણ ખાતેના સરકારી દવાખાનામાં લાશનું પીએમ કરાવ્યું હતું. પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ એહકો સંતોષ મંગુ કરી રહ્યા છે.
આસ્તિક પટેલ