Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં સગીરાને હેરાન કરતાં આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

Share

સુરતના ડીંડોલીમાં છેલ્લા છ- સાત માસથી સગીરાનો પીછો કરી, છેડતી કરી, સંબંધ બાંધવા દબાણ કરતા પોક્સો એક્ટના આરોપીને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતોનુસાર ડીંડોલી વિસ્તારમાં રહેતાં ફરીયાદીની 17 વર્ષની સગીર વયની દીકરીને તેમની બાજુમાં રહેતા આરોપીએ માનેલી બહેન બનાવેલ ત્યારબાદ આરોપીએ બદકામ કરવાના ઇરાદે છેલ્લા છ-સાત માસથી સતત સગીરાનો પીછો કરી અને સગીરાને એક મોબાઇલ ફોન અપાવી તેમાં અશ્લિલ વિડીયો ડાઉનલોડ કરી આપી પોતાની સાથે સંબંધ રાખવા જબરજસ્તી કરતો હોય, જે અંગેની તમામ હકીકત સગીરાએ તેના પિતાને જણાવતા, આખરે કંટાળીને સગીરાના પિતાએ આરોપી મયુર હર્ષ શર્મા ઉ.વ. ૩૨ રહે- અંબિકા હેવન્સ ડીંડોલી સુરત વિરુદ્ધમાં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ.

Advertisement

સગીર વયની બાળકી વિરુદ્ધના ગંભીર ગુનામાં આરોપીને પકડી પાડવા માટે પો.ઇન્સ. આર.જે.ચુડાસમા તથા સે. પો.ઈન્સ. એસ.એમ. પઠાણ ડીંડોલી પો.સ્ટે. સુરત શહેર નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસો સાથે ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન PC કુલદીપસિંહ હેમુભા તથા HC રાજુભાઈ સામાભાઈ નાઓને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે આરોપી મયુર હર્ષ શર્મા ઉ.વ. 32 ને ઝડપી પાડયો હતો.


Share

Related posts

અમદાવાદ : નૈરુત્યનુ ચોમાસુ દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી પહોચ્યુ ચોમાસુ.આવ રે વરસાદ…..

ProudOfGujarat

નડિયાદમાં ગુરૂનાનક સોસાયટી નામને એક વર્ષ પૂર્ણ થતાં મેડિકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પોર નજીક શાહપુરા ગામની સીમમાં કેનલ ઉપર વરનામાં દારૂ ભરેલ ટેન્કર મળી આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!