ખૂનના ગુનામાં લાજપોર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતા અને વચગાળાના જામીન મેળવી પેરોલ જમ્પ કરી, ફરાર થઈ બાઈક ચોરી કરતા રીઢા ચીખલીગર આરોપીને ઝડપી પાડી ડીંડોલી પોલીસ સ્ટેશનનો બાઈક ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન HC રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા PC બ્રીજરાજસિંહ ભરતસિંહ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “સને 2006 માં સુરત રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખુનના ગુનાનો આરોપી અર્જુનસિંહ નવલસીંગ બાવરી ઉર્ફે સુંદરસીંગ શ્યામસીંગ બાવરી લાજપોર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવે છે, જે લાજપોર જેલમાંથી તા.૭/૭/૨૦૨૩ થી તા.૨૯/૭/૨૦૨૩ સુધી વચગાળાના જામીન ઉપર છૂટેલ હતો અને તા.૩૦/૭/૨૦૨૩ ના રોજ લાજપોર જેલમાં સમયસર હાજર થવાના બદલે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયેલ, જે આરોપી ડીંડોલી ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે બાઈક સાથે ઉભો છે” જેથી સાથેના પોલીસ માણસોની મદદથી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ ખરાઈ કરી આરોપીને કોર્ડન કરી ઝડપી લેતા તેની પાસેથી એક હીરો કંપનીની પેશન પ્રો બાઈક જેનો રજીસ્ટ્રેશન નંબર GJ05 PN 4861ની મળી આવેલ, સદર બાઈક વિશે પૂછપરછ કરતા તેણે જણાવેલ કે બે દિવસ પહેલા રાત્રિના સમયે ભેસ્તાન આવાસમાંથી આ બાઇક ચોરી કરેલ હતી, જેથી ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા પાર્ટ A 1121005623 2076/2023 IPC 379 મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે.