Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં! સ્ટ્રેચર ન મળતા દર્દીને સગાંએ ઊંચકીને લઈ જવા પડ્યા, લોકોમાં રોષ

Share

સુરતની સિવિલ હોસ્પિટલ ધણી વખત વિવાદોમાં સપડાઈ છે. ત્યારે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ન મળતા દર્દીઓ અને તેમના સગાંઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હોસ્પિટલના કિડની વિભાગની બિલ્ડિંગમાં સગાઓએ દર્દીઓને ઉંચકીને લઈ જવાનો વારો આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.

તાજેતરમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મીઓની ગેરહાજરી સાથે સ્ટ્રેચરની પણ કમી જોવા મળી હતી, જેના કારણે દર્દીઓના સંબંધીઓ દર્દીને ઉંચકીને હોસ્પિટલમાં લઈ જતા જોવા મળ્યા હતા. સુરતની સિવિલ હોસ્પિટલના કિડની વિભાગની બિલ્ડિંગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્ટ્રેચર ન મળતા એક મહિલા દર્દીને તેમના સગાં ઊંચકીને હોસ્પિટલમાં લઈ જાય છે. સ્ટ્રેચરના અભાવે દર્દી અને સગાંઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

Advertisement

કેટલાક લોકોનું કહેવું છે કે સ્ટ્રેચર તો દૂર પણ દર્દીઓ માટે વ્હીલચેર પણ નહોતી. આ અંગે હોસ્પિટલ સ્ટાફને પૂછતા કોઈએ સરખો જવાબ પણ આપ્યો નહોતો. હોસ્પિટલમાં આ સ્થિતિને જોઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે હોસ્પિટલ તંત્રની કામગીરી સામે પણ કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે.


Share

Related posts

કરગત ગામના પાટીઆ પાસે થયેલ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનુ મૌત …

ProudOfGujarat

જિલ્લા ખાદ્ય સુરક્ષા દ્વારા ડાકોર મેળા અંતર્ગત કુલ ૫૪ કિલો અસુરક્ષિત ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ APMC માં લાગેલ આગને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!