Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં રોડ ક્રોસ કરી રહેલા વિદ્યાર્થીને સિટી બસના ડ્રાઇવરે અડફેટે લીધો, ઘટના CCTVમાં કેદ

Share

સુરતમાં સિટી બસના ડ્રાઇવરે રોડ ક્રોસ કરી રહેલા એક વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. પૂરપાટ ઝડપે બસ હંકારી સિટી બસના ડ્રાઇવરે વિદ્યાર્થીને અડફેટે લેતા તે 10થી 15 ફૂટ સુધી ઘસડાયો હતો, જેથી વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરતના મોરાભાગળ વિસ્તારમાં એક વિદ્યાર્થી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક સિટી બસના ડ્રાઇવરે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. બસની ટક્કરથી વિદ્યાર્થી 10થી 15 ફૂટ સુધી ઘસડાયો હતો. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું. લોકોએ ડ્રાઇવર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જોકે, ઘટનાને અંજામ આપીને બસ ડ્રાઇવર બસને લઈ ત્યાંથી જતો રહ્યો હતો.

Advertisement

અકસ્માતની આ ઘટના ત્યાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માતને પગલે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થતા તેને 108 એમ્બ્યુલન્સની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વડોદરા : કરજણ ખાતે આવેલ શનિદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે મહાઆરતી અને ભંડારો યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ : સબજેલનાં બેરેકનાં શૌચાલયમાંથી મોબાઈલ ઝડપાયો.

ProudOfGujarat

ખ્વાજા સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ સૈયદ સોકત અલી સબીર અલીએ કરજણ પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!