સુરતમાં વૈભવી કારના એસીના બોનેટમાં દારુ લઈને આવતા ત્રણની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 1.63 લાખનો દારુ ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વાર બે કાર ફોન સહીત 46 લાખ 88 લાખ સહીતો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ત્રણ યુવકની ધરપકડ કરી છે.
કોઈને શંકા ન જાય માટે લક્ઝુરીયસ કારમાં દારુ લાવતા આવતા એ પણ એસી બોક્સમાં સંતાડીને દારુને લઈ જતા હતા. વેશુ વિસ્તારમાં આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે.
બે વૈભવી કારમાં બે યુવકો દારુ લઈને જતા હોવાની માહિતી પોલીસને મળી હતી. મર્સિડીંઝના કાર ચાલક તેમજ અન્ય થાર કારમાંથી મધ્યપ્રદેશમાંથી લવાયેલો દારુ સુરત સુધી લાવ્યા હતા. આ કારમાં એક મર્સિડીઝ છે તો એક કાર થાર છે. જેમાં કાર માહિલ સહીત ત્રણની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બેકાર બનેલો એજન્ટ વૈભવી કારમાં દારુ લાવ્યો હતો. પોલીસને શંકા નહીં રહે તે માટે ચોરીછુપીથી દારુ મોંઘી કારમાં લઈ આવ્યા હતા. ત્યારે બાતમીના આધારે જાહેર રોડ પર વોચ ગોઠવીને પોલીસે કારની તપાસ કરી હતી અને તેમાંથી સંતાડીને લાવેલો દારુ ઝડપી પાડવામાં આવ્યો હતો.