Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ઘરફોડ ચોરીને અંજામ આપી આતંક મચાવતી ચીકલીગર ગેંગના ત્રણ ઇસમો ઝડપાયા

Share

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગનો ત્રાસ વધી ગયો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શહેરમાં ચોરી કરી આતંક મચાવતી કુખ્યાત ચીકલીગર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી સોનાના દાગીના, ચોરીની કાર અને મોટરસાયકલ સહિત રોકડા રૂપિયા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીની તપાસમાં જાણવા મળ્યું કે, પોલીસથી અને સીસીટીવીથી બચવા આ ગેંગ પોતાની ઓળખ છુપાવવા માથામાં વિક પહેરી અને રેઈનકોટ પહેરી ચોરીને અંજામ આપતી હતી. પોલીસે ત્રણ શખસોને ઝડપી 20 થી વધુ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે ઇકોકાર તેમજ મોટરસાયકલની ચોરીઓ કરી ઘરફોડ ચોરીઓ કરતી ગેંગ સક્રિય થઈ હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. જેને લઇ સુરત ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમ આ ગેંગને પકડવા કામે લાગી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્કોડની ટીમે સુરતમાં આ પ્રકારની મોડસઓપ્રેન્ડીથી થતા ગુનાઓની માહિતી એકત્ર કરીને તેની પર વર્કઆઉટ શરૂ કર્યું હતું. તો જાણવા મળ્યું હતું કે, આવી ચોરીઓ પાછળ ચીકલીગર ગેંગ જોડાયેલી છે. ત્યારે પોલીસે તેમના જુદા જુદા હ્યુમન ઈન્ટેલિજન્સની ટીમને એક્ટિવ કરી તપાસ કરતા બાતમીને આધારે શહેરમાં ચોરીઓને અંજામ આપતી કુખ્યાત ચીકલીગર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

Advertisement

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગ છેલ્લા ઘણા સમયથી એક્ટિવ છે. આ ગેંગના નાનકસિંગ ચીકલીગર તેમજ અન્ય બે માણસો ચોરીની મોટરસાયકલ સાથે ભેસ્તાન ગાર્ડન નજીક આસારામજી સોસાયટી ખાતેથી પસાર થવાના છે. જે આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી તપાસ કરતા પોલીસે નાનકસિંગ ઉર્ફે કુલદીપસિંગ ઉર્ફે જોગેન્દ્ર સિંગ ઉર્ફે રોશન સિંગ ટાંક (ચીકલીગર), ઋત્વિક સિંગ નાનકસિંગ ઉર્ફે કુલદીપ સિંગ ટાંક (ચીકલીગર), જગવીરસિંગ ઉર્ફે જસબીરસિંગ રાજેશસિંગ ટાંક (ચીકલીગર)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીની મોટરસાયકલ, કાર, સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા તેમજ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કુખ્યાત ચીકલીગર ગેંગની ધરપકડ કર્યા બાદ તેની તપાસ કરતા સુરત શહેરમાં ચોરીઓને અંજામ આપેલ 20થી વધુ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા.


Share

Related posts

લીંબડી મોટાવાસ વિસ્તારનાં નાકે કચરો, દારૂની થેલીઓનો ઢગલો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ProudOfGujarat

અંકલેશ્વર : ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આઝાદ રોલિંગ શટર હવામહેલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

મહુવાના ખારી વાધવદડાગામ પાસે આવેલ પુલનીચે થી દીપડાનો મ્રુતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!