Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં સચિન નજીકના વાંઝ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટારૂઓ રૂ.13 લાખથી વધુની લૂંટ કરી ફરાર

Share

સચિન નજીકના વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં બે બાઇક પર ત્રાટકેલા હેલ્મેટધારી લૂંટારૂઓએ રિવોલ્વરની અણીએ બેંક કર્મચારીઓને બાનમા લઇ રોકડા રૂ. 13 લાખની મત્તા લૂંટી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

શહેરના છેવાડાના સચિન નજીકના વાંઝ ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રની શાખામાં આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં બે બાઇક ઉપર ચારથી પાંચ હેલમેટધારી લૂંટારૂ ત્રાટકયા હતા. એક પછી એક હેલ્મેટ સાથે જ લૂંટારૂઓ અંદર ઘૂસી જઇ કેશિયર સહિતના સ્ટાફને રિવોલ્વર વડે બાનમાં લઇ રોકડા રૂ. 13 લાખથી વધુની રોકડ મત્તા લૂંટીને બાઇક પર ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા સચિન પોલીસ સહિતના શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેંક ખાતે દોડી ગયા હતા. પોલીસે લૂંટારૂઓનું પગેરૂ દબાવવા રેડ એલર્ટ જાહેર કરી નાકાબંધી કરવાની સાથે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના કણભા ગામે પતિએ ઝઘડામાં પત્નીનું ઢીમ ઢાળી દેતા ચકચાર.

ProudOfGujarat

પોરબંદર : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો, ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પહોંચતા કુતૂહલ સર્જાયુ.

ProudOfGujarat

ભરૂચના જાયન્ટસ ગ્રુપના સભ્યો સાથે પ્રમુખ ગૌતમ મહેતા દ્રારા ઠંડી છાશના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!