અદાણી ફાઉન્ડેશન ડે (૧૧ ઓગસ્ટ) નિમિત્તે સુરત જિલ્લાના અંતરિયાળ એવા ઉમરપાડા તાલુકાના કેવડી ખાતે સ્થાનિક આદિવાસી લોકો માટે વી કેર હેલ્થ સેન્ટર, દહેજના સહયોગથી મલ્ટી સ્પેસિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન થયું હતું એમાં મોટી સંખ્યામાં ગ્રામીણ લોકોએ લાભ લીધો હતો.
અદાણી ફાઉન્ડેશન જ્ઞાતિ કે સમુદાય, ક્ષેત્ર, ધર્મ, વર્ગ કે સંપ્રદાયના ભેદભાવ વિના આ પ્રાચીન સમાજના લોકો સુધી પહોચી તેમના હિત અને ઉત્કર્ષ માટે ઉમરપાડા તાલુકાનાં આદિવાસી ગામોમાં શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, સામાજિક અને આર્થિક કલ્યાણ માટે કાર્યરત છે. ૧૧ મી ઓગસ્ટ અદાણી ફાઉન્ડેશનનો સ્થાપના દિવસ છે. અદાણી ફાઉન્ડેશનના 27માં સ્થાપના દિવસના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વી કેર હેલ્થ સેન્ટર, દહેજના સહયોગથી ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થાનિક તેમજ આસપાસના ગામના આદિવાસીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો કેવડી અને આસપાસના ગામના દર્દીઓએ લીધો હતો.
આ આરોગ્ય કેમ્પમાં આંખ, સ્ત્રી રોગ, બાળ રોગ, હાડકાં અને જનરલ ફિજીશિયન જેવા નિષ્ણાંત ડોક્ટર દ્વારા મફત આરોગ્ય તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં આંખ, હાડકાના તેમજ સાંધાના દુખાવા ત્વચા રોગ, સ્ત્રીરોગ, બાળ રોગ, શરદી-ખાંસી, તાવ જેવા સામાન્ય રોગોના નિદાન અને સારવારનો લાભ લીધો હતો. તેમજ આંખની તપાસ દરમિયાન ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. જ્યારે મોતિયાના દર્દીઓનું નિદાન થયું એમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.આ આરોગ્ય શિબિરના કારણે આ આતરિયાળ આદિવાસી વિસ્તારના વૃદ્ધજનો જે પોતાના આરોગ્યની તપાસ માટે બહાર જઈ ન શકતા ગરીબ આદિવાસીઓ ખુબ જ લાભદાયી રહ્યો હતો. આ કેમ્પના આયોજનમાં કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કેવડી ગ્રામ પંચાયતના સરપંચ વિનયભાઈ વસાવા અને સ્થાનિક આગેવાનોએ સહયોગ આપ્યો હતો.
અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ઉમરપાડાના કેવડી ગામે હેલ્થ કેમ્પ યોજાયો
Advertisement