Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં BRTS બસમાં વિદ્યાર્થીઓને અનેક સમસ્યા, ABVP ના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ બસો અટકાવીને સુત્રોચ્ચાર કર્યા

Share

સુરતમાં BRTS બસમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બસો વિદ્યાર્થીઓની ખીચોખીચ ભરાઈ જતી હોવાથી વિદ્યાર્થીનીઓની છેડતીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે જેથી વિદ્યાર્થીઓએ BRTS સામે આંદોલન શરૂ કર્યું છે. આજે વહેલી સવારે ABVP ના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ સુરતના પર્વત પાટિયા પાસે મોટી સંખ્યામાં ભેગા થઈ BRTS બસો અટકાવી દીધી હતી. પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

સુરતના વરાછાથી યુનિવર્સિટી માટે રોજના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. વિદ્યાર્થીઓને સવારે અને સાંજે આવતી જતી વખતે બીઆરટીએસમાં ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના નિવારણ માટે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા બસ વધારવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતાં આજે BRTS સામે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. મોટા વરાછા, સરથાણા યોગીચોક સહિતના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ બીઆરટીએસનો ઉપયોગ કરે છે અને બસ સરથાણાથી પર્વત પાટિયા કેનાલ રોડ થઈ યુનિવર્સિટી તરફ જતી હોય છે. ત્યારે આ રૂટ પર દોડતી બીઆરટીએસ બસ ખૂબ જ ઓછી છે. જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે.

BRTS બસમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધી જાય છે કે, બસનો દરવાજો પણ બંધ થઈ શકતો નથી. જેને લઈ દરવાજા પર પણ લટકીને વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બને છે. બીજી તરફ વિદ્યાર્થીનીઓની પણ સંખ્યા ખૂબ વધારે છે અને તેઓ પણ ધક્કામુક્કીમાં મુસાફરી કરવા મજબૂર બને છે. જેને લઈ તેમની અનેક વખત છેડતી થતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ઘણા સમયથી BRTS ની નાની મોટી સમસ્યાઓને લઈ પરેશાન થતા વિદ્યાર્થીઓ દ્વારા આજે વહેલી સવારે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પર્વત પાટિયા તરફ જતી તમામ BRTS બસને બંધ કરી અટકાવી દીધી હતી અને સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

Advertisement

Share

Related posts

હાસોટ ગામની 108ની ટિમની પ્રસંશનિય કામગીરી

ProudOfGujarat

વડોદરા : કરજણના બોડકા ગામે તસ્કરોએ મકાનને નિશાન બનાવી હજારોની મતાની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ ખાતે વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા આજથી ચાર દિવસનું સ્વયંભુ લોકડાઉન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!