Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં મોપેડસવાર ચાર યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ, ચાલુ વાહને ઊભા થઈને સ્ટંટ કર્યાં, ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

Share

સુરતમાં જાહેર માર્ગો પર સ્ટંટ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિભાગ દ્વારા ટ્રાફિક હેલ્પલાઇન કંટ્રોલ રૂમનો એક વોટ્સએપ નંબર 7984530537 પણ શરૂ કરાયો છે, જેના પર તાજેતરમાં એક જાગૃત નાગરિકે એક મોપેડ પર સવાર ચાર યુવકો સ્ટંટ કરતા હોવાનો વીડિયો મોકલ્યો હતો. જે બાબતે તપાસ કરવા માટે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં પોલીસ જાતે ફરિયાદી બની ગુનો નોંધાયો છે. સ્ટંટબાજ વાહનચાલકોને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, તાજેતરમાં એક જાગૃત નાગરિકે ટ્રાફિક હેલ્પલાઇન કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર એક વીડિયો મોકલ્યો હતો, જેમાં એક મોપેડ પર ચાર યુવકો બેસીને છૂટા હાથે મોપેડ ચલાવતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક મોપેડ પર ઊભો રહીને સ્ટંટબાજી કરે છે. જાહેર માર્ગ પર વાહન પર સ્ટંટ કરીને મોપેડસવાર યુવકો અન્ય નાગરિકોના જીવ પણ જોખમમાં મૂકે છે. આ વીડિયો સામે આવતા ટ્રાફિક પોલીસે વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાતે ફરિયાદી બની હતી.

Advertisement

માહિતી મુજબ, મોપેડચાલક યુવકો વિરુદ્ધ આઈપીસી કલમ 279, 336 તથા મોટર વ્હીકલ એક્ટ કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા જાહેર માર્ગ પર સ્ટંટ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ કેરાળના પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત…

ProudOfGujarat

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ હોળી અને ધૂળેટીના તહેવારોમાં ખડે પગે ફરજ નિભાવશે.

ProudOfGujarat

અમરેલી-યુવકનું પાંચ શખ્સોએ કારમાં કર્યુ અપહરણ-પોલીસે પાંચ અપહરણકારોની ધરપકડ કરી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!