પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ રિક્ષામાંથી મહિલા પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરનાર રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે.
આ કામના મહિલા ફરિયાદી ભેસ્તાન GEB ઓફિસમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે, જેઓ ગઈ 02/08/2023 ના રોજ વહેલી સવારે બસ મારફતે અમદાવાદથી સુરત આવેલ અને સુરત બસ સ્ટેશનથી ઘરે જવા માટે રિક્ષામાં બેસી સાડા ત્રણેક વાગ્યાના સુમારે પાંડેસરા-ભેસ્તાન બ્રીજ ઉપરથી પસાર થતા હતા તે વખતે એક મોપેડ ચાલકે ચાલુ રિક્ષામાંથી તેમનો redmi કંપનીનો મોબાઇલ સ્નેચિંગ કરીને નાસી ગયેલ જે બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 A(3) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો જે ફરિયાદના આધારે પોલીસ કમિશ્નર સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા DCP ઝોન-૨ સાહેબ તથા જે.ટી. સોનારા સાહેબ ACP “D” ડીવીઝન સુરત શહેર નાઓએ મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ જેવા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ જે અન્વયે પો.ઇન્સ. આર.જે.ચુડાસમા ડીંડોલી પો.સ્ટે. તથા સેકન્ડ પો.ઇન્સ. એસ.એમ.પઠાણ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ASI અરૂણભાઇ આનંદરાવ, HC રજનીશ કિશનભાઇ તથા HC નિકુંજ ધીરજભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનના આરોપી અસફાક ઉર્ફે અસફાક કાલીયા s/o યુસુફ શેખ નેરહે-બિલ્ડીગ નંબર A/83, રૂમ નંબર 06 ભેસ્તાન આવાસ ડીંડોલી સુરત ને મોબાઈલ સ્નેચિંગમાં વાપરેલ બર્ગમેન મોપેડ તથા મોબાઇલ સહિત કુલ રૂપિયા 95000/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાંડેસરા પોલીસ સ્ટેશનનો મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડીટેકટ કરેલ છે.