Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં રિંગરોડ પર વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી, છોડાવવા વચ્ચે પડેલા લોકોને પણ ધક્કે ચઢાવ્યા

Share

સુરતના રિંગરોડ ખાતે ત્યારે લોકોની ભીડ ભેગી થઈ જ્યારે શાળાના કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ મારામારીમાં વિદ્યાર્થીઓએ એકબીજાના સ્કૂલ ડ્રેસ પણ ફાડી નાખ્યા હતા. મારામારીની આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાય છે કે 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થતા મારામારી થઈ હતી. આ મારામારીમાં સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને છોડાવવાનો પ્રયાસ કરતા તેમણે પણ ધક્કે ચઢાવ્યા હતા.

મળતી માહિતી મુજબ, સુરતના રિંગરોડથી વિદ્યાર્થીઓની મારામારીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ખાનગી શાળાના 10 થી 12 વિદ્યાર્થી જાહેરમાં એક બીજાને લાફાવાળી કરતા જોવા મળી રહ્યા છે. ચામુંડા રેસ્ટોરન્ટ બહાર શહેરની એક ખાનગી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદ ઉગ્ર થતા વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જો કે, કેટલાક સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને છોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, તેમણે પણ વિદ્યાર્થીઓએ ધક્કે ચઢાવ્યા હતા.

Advertisement

આ મારામારીની ઘટનામાં વિદ્યાર્થીઓએ એકબીજાના સ્કૂલ ડ્રેસ પણ ફાડી નાખ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓ વચ્ચે કઈ બાબતે ઝઘડો થયો તે અંગે હાલ જાણી શકાયું નથી. પરંતુ, વિદ્યાર્થીઓએ કરેલી મારામારીને કોઈએ પોતાના મોબાઇલમાં કેદ કરી હતી, જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિદ્યાર્થીઓની મારામારીનો વીડિયો જોઈ કેટલાક વાલીઓમાં ચિંતા પ્રસરી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં રાયસીંગપુરા ગામ નજીક ટ્રક નાળામાં પડી : સદભાગ્યે જાનહાનિ ટળી.

ProudOfGujarat

અંકલેશ્વર : વાલિયા ગ્રામ પંચાયતના વેરા વસુલ કારકુને હોદ્દાનો દુર ઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરી

ProudOfGujarat

નર્મદા પોલીસની નિર્ભયા સ્કવોર્ડ બટન કેમેરાથી સજ્જ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!