ઉમરપાડા તાલુકા મથક ખાતે સબ પોસ્ટ ઓફિસના નેજા હેઠળ પોસ્ટ વિભાગના કર્મચારીઓએ અંત્યોદય શ્રમિક અકસ્માત યોજનાના પ્રચાર પ્રસાર માટે રેલી યોજી હતી.
કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તથા શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગ થી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા તમામ શ્રમયોગીઓ માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા નામથી અકસ્માત વીમાં યોજના શરૂ કરવામાં આવી છે. આ વીમા યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાતના ખેડા જિલ્લાથી શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આ પાયલોટ પ્રોજેક્ટને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો સુરત જિલ્લામાં એસ.એસ.પી શિશિરકુમાર સિન્હા અને કોસંબા સબ ડિવિઝન અધિકારી ધર્મશભાઈ જરીવાલાના મેનેજર નિરંજનભાઈ ભક્તાના માર્ગદશૅન હેઠળ ઉમરપાડા પોસ્ટ ઓફિસ ના એસ.પી.એમ બિપિન ચૌધરી અને તરૂણકુમાર નકુમ,ભાવેશભાઈ ભાભોર અને ઉમરપાડા પોસ્ટ ઓફિસ હેઠળ ની ૧૨ બ્રાન્ચ ઓફિસ કર્મચારીઓ ઝંખવાવ પોસ્ટ ઓફિસ કમૅચારીઓ શ્રમિક સુરક્ષા યોજનાના પ્રચાર પ્રસારણ રેલીમાં જોડાયા હતા અને લોકોને ઉપરોક્ત યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ઉમરપાડામાં અંત્યોદય શ્રમિક અકસ્માત યોજનાના પ્રચાર પ્રસાર માટે પોસ્ટ વિભાગના કર્મચારીઓની રેલી યોજાઇ.
Advertisement